June 30, 2025
હેલ્થ

હાર્ટને રાખવું છે હેલ્ધી તો આ આદતોને આજે જ આપો તિલાંજલિ…

Spread the love

આજકાલની ખરાબ, ફાસ્ટ અને ઓછી ફિઝિકલ એક્ટિવિટીવાળી લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ નાની વયે લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાઓ સતાવવા લાગી છે અને આ બીમારીઓના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આપણી કેટલીક આદતો એવી છે કે જે આપણા હાર્ટની હેલ્થને નુકસાન પહોંચાડે છે. જો તમે આ આદતોને આજે જ બદલી નાખશો તો તમારી હાર્ટ સંબંધિત સમસ્યાઓ ઉકેલાઈ જશે અને આ સાથે સાથે જ હાર્ટ એટેક આવવાના જોખમને પણ ઘટાડી શકશો. આવો જોઈએ શું છે આ આદતો…

ખાવાપીવાની આદતો સુધારો-
હાર્ટને હેલ્ધી રાખવું હશે તો સૌથી પહેલાં તમારે તમારી ખાવાપીવાની આદતોને સુધારવી પડશે. ખાવાપીવામાં લાપરવાહી હાર્ટ એટેક જેવી બીમારીના જોખમને વધારે છે. જંકફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તળેલું ખાવાનું બંધ કરી દો. આ પ્રકારના ભોજનથી હાર્ટ પર તેની ખરાબ અસર જોવા મળે છે. આ માટે હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયેટ ખૂબ જ જરૂરી છે.

સ્મોકિંગ અને ડ્રિંકિંગની આદતો સુધારો
સ્મોકિંગ, ડ્રિંકિંગ જેવી આદતોને કારણે પણ હાર્ટ એટેક કે હાર્ટ સંબંધિત બીમારીઓ સતાવી શકે છે. આ માટે હેલ્થ એક્સપર્ટ્સ સ્મોકિંગ અને ડ્રિંકિંગથી દૂર રહેવાની ભલામણ કરે છે. આ ઉપરાંત જો તમે કોલ્ડ ડ્રિંક્સનું વધારે પડતું સેવન કરતાં હશો તો પણ તમારે તેનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે આને કારણે પણ હાર્ટ સંબંધિત સમસ્યાઓ સતાવે છે.

સ્ટ્રેસ લેવાનું ટાળો, એક્સરસાઈઝને ડેઈલી રૂટિનમાં આપો સ્થાન
વધારે પડતું સ્ટ્રેસ લેવાની આદત પણ તમને હાર્ટ સંબંધિત બીમારીઓ ભેટમાં આપી શકે છે. આવી સ્થિતિમાં જો તમે સમય રહેતાં સ્ટ્રેસ મેનેજ કરવાનું નહીં રાખો તો તમને મુશ્કેલી પડી શકે છે. જો તમે એક્સરસાઈઝ નહીં કરો તો તમને હાર્ટ સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. હાર્ટને મજબૂત બનાવવા માટે દરરોજ કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!