વધતી ઉંમર વચ્ચે ચહેરા પર ગ્લો લાવવા માગો છો તો આટલું કરો…
ઉંમર વધતી જાય એમ ઉંમર સંબધિત બીમારીઓનો વધારો થાય છે. સ્ત્રી હોય કે પુરુષ પણ બધા માટે વધતી ઉંમરને જાણે અજાણે અચૂક છુપાવતા હોય છે. બધાને ચાળીસીથી આગળ જવું ગમતું નથી. પણ હંમેશ માટે જવાન રહેવા ઈચ્છતા હોય કે ચહેરા પર વૃદ્ધાવસ્થાની કરચલીઓ જો પડવા દેવી ના હોય તો અમુક વસ્તુનો જ્યૂસ પીશો તો ચહેરા પર ચોક્કસ ગ્લો આવશે.
ઉંમરને કોઈ રોકી શકતું નથી. સમય જેવું છે, જેને કોઈ પકડી કે રોકી શકતું નથી. તમારા ચહેરા પર ગ્લો લાવવા માટે ખાસ તો રોજ ગાજરના રસનું સેવન કરો. રેગ્યુલર ગાજરનો જ્યૂસ પીવાનું રાખો તો ચહેરા પરનો ગ્લો વધશે. સિઝન પ્રમાણે ગાજરનું રેગ્યુલર સેવન કરો તો આરોગ્યને તંદુરસ્ત રાખે છે.
બીજી બાબત દાડમનો જ્યૂસ પીવાનું રાખો. ચહેરા પર ગ્લો લાવવા માટે દાડમનો જ્યૂસ પીઓ. દાડમનો જ્યૂસી પીવાથી પાચન ક્રિયામાં પણ ફાયદો રહે છે. ગાજર-દાડમના માફક બીટનો જ્યૂસ પીવાથી ચહેરા પર ગ્લો વધે છે. બીટનો જ્યૂસ પીવાથી લોહી પણ શુદ્ધ બને છે. શરીરમાંથી અનેક પ્રકારના બેક્ટેરિયાને પણ ભાગડે છે, તેનાથી ફાયદો થાય છે. હાર્ટને પણ હેલ્ધી રાખે છે.
વ્હિટગ્રાસનો જ્યૂસ પી શકો છો. વ્હિટગ્રાસનો જ્યૂસનું સેવન કરો તો આરોગ્ય માટે ફાયદાકારક રહે છે. વ્હિટગ્રાસના જ્યૂસથી શરીરમાં તાકાત વધે છે, જેમાં એન્ટિ ઈન્ફ્લેમેટરીનું પ્રમાણ રહે છે. શરીરને ફીટ રાખવા માટે ફાયદો રહે છે. આ ઉપરાંત, તમે આંબળાનું સેવન ફાયદાકારક રહે છે. તમે આંબળાનો જ્યૂસ પીઓ તો તમારા ચહેરા પર દાગ, પિંપલ્સ સહિત અન્ય સમસ્યાને પણ દૂર કરવા માટે ફાયદાકારક છે.
તમારા ચહેરા પર ગ્લો જાળવી રાખવો હોય તો સામાન્ય રીતે તમે તમારી જાતને સ્ટ્રેસ-તણાવથી પણ દૂર રાખો, જેથી કરીને તમે આરોગ્યને તંદુરસ્ત રાખી શકશો તેમ જ ઓટોમેટિક ચહેરા પરનો ગ્લો જળવાઈ રહેશે.