July 1, 2025
ટેકનોલોજી

આ ભૂલ કરશો તો WhatsApp Ban કરશે તમારૂ Account… જાણી લો શું છે આખો મામલો…

Spread the love

WhatsAppએ અત્યારના સમયની તાતી જરૂરિયાતનું સાધન બની ગયું છે અને આજે મોટા ભાગના લોકો પોતાનો મોટા ભાગનો સમય WhatsApp પર પસાર કરે છે. પરંતુ હવે આ WhatsAppને લઈને પણ મહત્વની માહિતી સામે આવી રહી છે. આ માહિતી અનુસાર હવે તમે જો WhatsApp પર એક ભૂલ કરશો તો તમને એનો ખામિયાજો ભોગવવાનો વારો આવશે. આવો જોઈએ શું છે આ Latest Update…
WhatsApp ટૂંક સમયમાં જ Account Restriction નામનું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે.આ નવું ફીચર ભૂલ કરનાર WhatsAap Usersનું Account થોડા સમય માટે Ban કરી દેવામાં આવશે. તમારી જાણ માટે કે WhatsAapની Policy ખૂબ જ સ્ટ્રિક્ટ છે અને આ પોલીસી હેઠળ જ યુઝર્સનું એકાઉન્ટ કાયમ માટે તો નહીં પણ થોડાક સમય માટે બેન કરી દેવામાં આવશે.

આ દરમિયાન યુઝર્સ ચેટ કે કોલિંગ ફીચરનો ઉપયોગ નહીં કરી શકે. અહીંયા તમારી જાણ માટે કે આ નવું ફીચર હજી સુધી ડેવલપિંગ ફેઝમાં છે. જોકે, આશા સેવાઈ રહી છે કે ટૂંક સમયમાં જ એના બીટાના વર્ઝનને રોલ આઉટ કરવામાં આવશે.

એવું કહેવાઈ રહ્યું છે કે મેટા ઓન પ્લેટફોર્મનું એવું માનવું છે કે એકાઉન્ટ બેન કરી દેવું એ કોઈ સોલ્યુશન નથી. એને બદલે એકાઉન્ટને રિસ્ટ્રિકટ કરવામાં આવશે, તો યુઝર્સને એમની ભૂલનો અહેસાસ થશે. આ સાથે જ એક સમય બાદ યુઝર્સ પોતાનું એકાઉન્ટ ફરીથી યુઝ કરી શકશે.

એક રિપોર્ટ અનુસાર આ નવું ફીચર રોલ આઉટ થયા બાદ જો યુઝર્સ ભૂલ કરશે તો તેને એક પોપઅપ બોક્સ આવશે અને તેમાં યુઝર્સને માહિતી આપવામાં આવશે કે તેનું એકાઉન્ટ કેટલો સમય માટે બેન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ બોક્સમાં એ પણ જણાવવામાં આવશે કે એકાઉન્ટ કયા કારણસર બેન કરવામાં આવ્યું છે.

જો યુઝર્સ કોઈને સ્પેમ મેસેજ કર્યા છે કે પછી બલ્કમાં5 મેસેજ કરશો તો પણ તમારું એકાઉન્ટ બેન કરવામાં આવી શકે છે. જ્યારે એકાઉન્ટ રિસ્ટ્રિકટેડ કરવામાં આવશે તો યુઝર્સનું એકાઉન્ટ એક કલાકથી લઈને 24 કલાક માટે બેન કરી દેવામાં આવશે. જો તમે પણ તમારું વોટ્સએપ એકાઉન્ટ પણ બેન થતું અટકાવવા માંગતા હોવ તો ભૂલથી પણ આ ભૂલ કરવાનું ટાળજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!