July 1, 2025
ટ્રાવેલ

Indian Railwayના આ નિયમ વિશે જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Spread the love

ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ નેટવર્ક છે. ભારતમાં પણ મોટાભાગના લોકો ફ્લાઈટ કે બાય રોડ પ્રવાસ કરવાના બદલે બાય ટ્રેન પ્રવાસ કરવાનું વધારે પસંદ કરે છે. ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને રેલવે દ્વારા અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે છે. ટ્રેનમાં પ્રવાસ કરવા માટેની સૌથી મહત્ત્વની શરત એટલે કન્ફર્મ ટિકિટ. કન્ફર્મ ટિકિટ હોય એટલે તમારો પ્રવાસ 100 ટકા આરામદાયક બનશે એ વાતની ગેરેન્ટી હોય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે કોઈ જરૂરી કામ આવી પડે એટલે પ્રવાસ રદ્દ કરવો પડે છે રેલવે દ્વારા કેન્સેલેશન પોલિસી પ્રમાણે પૈસા કાપીને પ્રવાસીઓને રિફન્ડ આપવામાં આવે છે. પણ જો તમે ટિકિટ તત્કાલમાં કઢાવી હશે તો તેના પર તમને કોઈ રિફંડ નથી આપવામાં આવતું. આવી પરિસ્થિતિમાં તમે તમારી ટિકિટ કોઈને ટ્રાન્સફર કરી શકો છો.
ટિકિટ ટ્રાન્સફર માટેના આ છે નિયમો-
રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ ટ્રાન્સફર કરવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જો તમે કોઈ કારણ અનુસાર મુસાફરી નથી કરતાં તો આવી સ્થિતિમાં તમે તમારી ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે અલગથી કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે. રેલવેના આ નિયમ અનુસાર તમે પોતાની ટિકિટ પરિવારના કોઈ સભ્યને જ ટ્રાન્સફર કરી શકો છો, જેમાં માતા-પિતા, ભાઈ-બહેન, દીકરો-દીકરી કે પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ સિવાય તમે કોઈ બીજાને તમારી ટિકિટ ટ્રાન્સફર નથી કરી શકતા.
રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ ટ્રાન્સફર કરવાના ટાઈમિંગ વિશે વાત કરીએ તો તમે કેટલો સમય સુધી કોઈને પોતાની ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો એના માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આ સમય મર્યાદા છે 24 કલાક. 24 કલાકની અંદર તમે તમારા સંબંધીને તમારી ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો.
કઈ રીતે ટિકિટ ટ્રાન્સફર કરી શકાય એના વિશે વાત કરીએ તો તમે ઓનલાઈન કે ઓફલાઈન ટિકિટ બુક કરી હોય તો એના માટે તમારે તમારે રેલવે કાઉન્ટર પર જવું પડશે. આ સાથે તમારે ટિકિટનું પ્રિન્ટ આઉટ અને જે વ્યક્તિના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની છે એની ફોટો કોપી રિઝર્વેશન કાઉન્ટર પર જમા કરાવવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!