આ સ્કીમમાં રોકાણ કરશો તો આટલા મહિનામાં રુપિયા થશે ડબલ
નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસ નાગરિકો માટે નાના-મોટા રોકાણ માટે એક સે બઢકર એક એટલે સારી યોજના ચલાવે છે, જે પૈકી એક કિસાન વિકાસ પત્ર છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવાથી ડબલ રુપિયા પણ મળે છે.
દેશના નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટમાં વિવિધ રોકાણ સંબંધિત નાની-મોટી યોજના ચલાવાય છે, જેથી વ્યક્તિ પોતાની મૂડીમાંથી પૈસા કમાઈ શકે છે. સિનિયર સિટીઝન હોય કે પછી અન્ય લોકો જેમની મર્યાદિત મૂડી હોય તેઓ રોકાણ કરીને રેગ્યુલર આવક કમાઈ શકે છે. વધારે કમાણી થઈ શકે એ સ્કીમની વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજનામાં તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં સારું રિટર્ન મળી શકે છે. પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના ચલાવે છે, જેમાં ડબલ પૈસા મળે છે.
ક્યારથી શરુ થઈ યોજના?
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 1988માં કિસાન વિકાસ પત્ર યોજના શરુ કરવામાં આવી હતી અને યોજના પહેલા ખેડૂતો માટે શરુ કરી હતી, તેથી તેનું નામ કિસાન વિકાસ પત્ર યોજના રાખ્યું હતું, પરંતુ એ યોજનામાં ખેડૂતો સિવાય કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરવામાં આવ્યા પછી 9.5 વર્ષ પછી એટલે 115 મહિના પછી તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણમાં ડબલ રુપિયા મળે છે.
મેચ્યોરિટી ડ્યુરેશન?
દાખલા તરીકે તમે જો પાંચ લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો 9.5 વર્ષ પછી 10 લાખ રુપિયા મળે છે. આ યોજનામાં 7.5 ટકાનું વ્યાજ મળે છે, જ્યારે યોજનાનો લોકઈન પિરિયડ 2.6 વર્ષ એટલે 30 મહિનાનો હોય છે, પરંતુ તેની મેચ્યોરિટી ડ્યુરેશન 115 મહિના છે.
કોણ લાભ લઈ શકે યોજનાનો?
કિસાન વિકાસ પત્ર યોજનામાં કોણ રોકાણ કરી શકે કે કોને લાભ મળે જો એ સવાલ તમારા મનમાં હોય તો જણાવી દઈએ કે 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ યોજના માટે એલિજિબલ છે. જો કોઈ સગીરના નામે યોજનામાં રોકાણ કરવા ઈચ્છતા હો તો તેના માતાપિતા યા સિંગલ પેરેન્ટસ હોય તો સગીરના નામની સ્કીમનો લેટર લેવાનો રહે છે.
કઈ રીતે અરજી કરશો?
કિસાન વિકાસ પત્ર યોજના માટે તમારે પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરવાનું રહે છે. ફોર્મ માટે જરુરી દસ્તાવેજો પણ આપવાના રહે છે. જો કોઈ એજન્ટ મારફત રોકાણ કરો તો ફોર્મ-એ1 જમા કરવાનું રહે છે. દસ્તાવેજો સાચા હોવાનું સ્પષ્ટ થયા પછી નિર્ધારિત કરેલી રકમ ભરવાની રહે છે. છેલ્લે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે રોકાણ કર્યા પછી સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે અને એની માહિતી તમને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પણ મોકલવામાં આવે છે, જે તમારી મેચ્યોરિટી સુધી સાચવવાનું જરુરી રહે છે.