SBIની આ સ્કીમમાં Investment કરશો તો મળશે guaranteed રિટર્ન…
Investment, Guaranteed returns, SBI
નવી દિલ્હીઃ આપણામાંથી મોટાભાગના લોકો ફ્યુચર પ્લાનિંગ માટે અલગ અલગ જગ્યાએ નાની મોટી યોજનામાં રોકાણ કરતાં હોઈએ છીએ, જેથી નિવૃત્તિ બાદ અમુક ચોક્કસ રકમ આપણા હાથમાં આવતી રહે. જો તમે પણ કોઈ આવા જ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શોધી રહ્યા છો તો તમારા માટે એક પરફેક્ટ સ્કીમ છે. એકદમ સુરક્ષિત હોય અને 100% વળતર મળે એવા કોઈ પ્લાન વિશે વિચારી રહ્યા છો તો એ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે. એફડી એ એક સંપૂર્ણપણે સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તો છે જ પણ એની સાથે સાથે ઈન્ડિયન ઇન્વેસ્ટર્સની સૌથી પહેલી પસંદગીના રોકાણમાંથી એક છે.
જો તમે પણ કોઈ મોટું જોખમ નથી ઉઠાવવા માંગતા તો દેશની સૌથી મોટી બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank Of India-SBI) દ્વારા એક FD સ્કીમ લોન્ચ કરવામાં આવી છે અને આ યોજનાનું નામ છે ‘અમૃત દ્રષ્ટિ’. ખાસ વાત તો એ છે કે આ યોજના 15મી જુલાઈ, 2024થી જ શરૂ કરવામાં આવી છે અને આ યોજનામાં તમારી પાસે વધુ વ્યાજ મેળવવાની તક છે. આ ઉપરાંત આ સ્કીમ ભારતીય અને NRI બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
આ સ્કીમમાં રોકાણ કરવા પર મળતા વ્યાજ વિશે વાત કરીએ ત આ યોજના હેઠળ તમે 444 દિવસના રોકાણ પર 7.25 ટકા વાર્ષિક વ્યાજ મેળવી શકો છો. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને પણ 0.50 ટકા વધારાનું વ્યાજ પણ મળશે. આ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકાનું વ્યાજ મેળવી શકાય છે.
આ સાથે સાથે જ એક સુપર સિનિયર સીટીઝન એટલે કે વધુ વરિષ્ઠ નાગરિકોને 8.05% વ્યાજ પણ આપવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને સુપર સિનિયર સિટીઝન તરીકે ગણવામાં આવે છે. આ સ્કીમમાં વધુમાં વધુ 3 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે.
અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં પણ એસબીઆઈ દ્વારા ‘અમૃત કલશ’ નામની આવી જ એક યોજના શરૂ કરવામાં આવી હતી, અને એમાં સામાન્ય નાગરિકો માટે 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 400 દિવસના સમયગાળામાં 7.60 ટકા વ્યાજ મળે છે.
