February 20, 2026
લાઈફ સ્ટાઈલ

Love Marriage કરવામાં આ વિઘ્ન આવે છો તો આટલું કરી શકો

Spread the love

હિંદુ ધર્મમાં લગ્ન આઠ પ્રકારે થાય છે, જેમાં બે રીતે જે થાય છે એ લોકોને ખબર છે. તમે ના જાણતા હો તો જણાવી દઈએ કે એરેન્જ મેરેજ અને લવ મેરેજ. એરેન્જ મેરેજમાં છોકરા અને છોકરીના માતાપિતાની સમંતિથી લગ્ન કરવાનો રિવાજ છે. જ્યારે લવ મેરેજમાં છોકરા-છોકરી પોતાના મરજીથી લગ્ન કરે છે.
હિંદુ ધર્મમાં પ્રેમ લગ્નનો રિવાજ છે, જે ગાંધર્વ વિવાહ સાથે મેળ ખાય છે. ગાંધર્વ વિવાહ એ જ લવ મેરેજ છે. આવા લગ્નમાં બહુ ઓછા લોકોની હાજરીમાં ભગવાન યા કોર્ટમાં જઈને લગ્ન કરવામાં આવે છે. લવ મેરેજ કર્યા પછી ઘર-પરિવારમાં સમસ્યા ઊભી થતી હોય છે. જો સમસ્યા ઊભી થતી હોય તો આ ઉપાય અજમાવો.
લવ મેરેજ કરવા છે અને સમસ્યા ઊભી થવાની શક્યતા છે, પરંતુ તેમાં સૌથી પહેલા માતાપિતાને શક્ય હોય ત્યાં સુધી મનાવી શકાય છે. એના સિવાય શું કરે શકો છો તો દર શુક્રવારે સ્નાનાદિ કર્યા પછી લાલ રંગના વસ્ત્રો પહેરો પછી દુર્ગા માતાના મંદિરે જઈને દુર્ગા માતાને શ્રૃંગાર કરો. જો તમે 16 શુક્રવાર સુધી કરો છો તો તમારા લવ મેરેજમાં આવનારી સમસ્યા દૂર થાય છે.
અન્ય ઉપાયમાં તમે શુક્લ પક્ષના પહેલા ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરો. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની પૂજા કરો. એના પછી ઓમ લક્ષ્મી નારાયણ નમઃનો મંત્ર કરો. જો આ મંત્ર અગિયાર ગુરુવાર સુધી કરવામાં આવે છે તો લવ મેરેજમાં આવનારી સમસ્યા દૂર થાય છે.
તમારા લવ મેરેજમાં જો કોઈ પ્રકારનો અવરોધ આવી રહ્યો હોય તો ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈને વિધિવત રીતે ભગવાનની પૂજા કરો. કૃષ્ણ ભગવાનને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. શ્રી કૃષ્ણને મંદિરમાં વાંસળીની અવશ્ય ભેટ આપો અને એ વખતે ઓમ ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ પણ કરો. ઓમ ક્લીં નમઃ આ મંત્ર પ્રેમ લગ્નનો મૂળ મંત્ર છે, તેનાથી તમારા પ્રેમ લગ્નમાં આવનારી…

(અહીં આપેલી માહિતી અમુક માન્યતા અનુસાર છે, જેને વેબસાઈટ સાથે લેવાદેવા નથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!