પૈસાનો વેડફાટ કરતા હોય તો જાણી લેજો આટલી મહત્ત્વની વાતો…
પૈસાએ તો હાથનો મેલ હોવાની કહેવત છે, જ્યારે તેને કમાવવા પણ સખત પરિશ્રમ કરવો પડે છે છતાં એક વખત આવ્યા પછી તેને ટકાવવાનું મુશ્કેલ છે. જો યોગ્ય ખર્ચ કરવામાં આવે તો ડબલ પણ થવાના ચાન્સ રહે છે.
આમ છતાં જો યોગ્ય જગ્યાએ ખર્ચ નહીં કરો તો અધોગતિ થતા પણ વાર લાગતી નથી. જો પૈસાનો વપરાશ અથવા યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો તો તમારી ચોક્કસ તમારી જ નહીં, તમારી સાથે તમારા પરિવારની પ્રગતિ થઈ શકે છે.
નીતિ શાસ્ત્ર પ્રમાણે જુઓ તો જો વ્યક્તિ પોતાના જીવનમાં આજીવન સુખી જીવવા માગે છે તો તેના માટે નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. નીતિ શાસ્ત્રમાં વ્યક્તિએ પોતાની આવક, રોકાણ અને પૈસાનો ખર્ચ કઈ રીતે કરવો એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સૌથી પહેલા તો તમારા પૈસા યા ધનનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે.
પૈસાનો વેડફાટ નહીં કરોઃ તમારી જરુરિયાત પ્રમાણે યોગ્ય માત્રામાં ખર્ચ કરવો જોઈએ, પરંતુ સમય આવે તેનો યોગ્ય જગ્યાએ કે યોગ્ય વ્યક્તિ માટે ખર્ચ કરવો જોઈએ, જે તમારા માટે હકીકતમાં લાભદાયી પણ બની શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વાસણમાં રાખવામાં આવેલું પાણી લાંબા સમય પછી ખરાબ થઈ શકે છે બસ એ જ રીતે પૈસા પણ યોગ્ય સમયે જો ખર્ચ કરવામાં આવે તો તેની પણ કોઈ કિંમત રહેતી નથી.
પૈસાનો ખર્ચ કરવા માટે ઘણા રસ્તાઓ છે, જે યોગ્ય જગ્યાએ ખર્ચ કરવાનું સૌથી જરુરી છે. જેમ કે દાન દક્ષિણા, કર્મ કાંડ, યજ્ઞ, હવન વગેરે જગ્યાએ. વિના કારણ પૈસા ભેગા કરવા પણ એક મોહ છે. વિના કારણ પૈસા ભેગા કરવાનો કોઈ અર્થ ઠરતો નથી. તેને ધાર્મિક કાર્યોની સાથે સામાજિક ઉત્થાન કે પછી કોઈ ગરીબ, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં પણ ખર્ચ કરી શકો છો.
છેલ્લે નીતિ શાસ્ત્રમાં પૈસાને પાણી સાથે સરખાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર તળાવમાં રાખવામાં આવેલા પાણીનો લાંબા સમય સુધી જો કોઈ ઉપયોગ કરવામાં આવે નહી તો લીલ-શેવાળ જામી જાય છે અને પછી તેમાં દુર્ગંધ પણ આવે છે. બસ, એ જ રીતે તમે પણ સમય-સંજોગ પ્રમાણે પણ યોગ્ય જગ્યાએ જો પૈસાનો ઉપયોગ ન કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી.