કાર ખરીદી રહ્યા છો તો જાણી લેજો, સરકારનો નવો મહત્ત્વનો નિર્ણય!
નવી દિલ્હીઃ રસ્તા પરના થનારા અકસ્માતોને લઈ કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની છે, તેથી નવા નિયમો બનાવ્યા છે. રસ્તા પરના વધતા અકસ્માતોના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે કારના થર્ડ પાર્ટી વીમા (Third party vehicle insurance) હોવાનું ફરજિયાત કર્યો છે. એટલું જ નહીં, જો થર્ડ પાર્ટી ઈન્શોયરન્સ નહીં હોય તો ગુનો બની જશે.
ગાડીનો વીમો લેવામાં પણ જો બેદરકારી દાખવી તો કારમાલિકને જેલ પણ થશે. તેથી કાર ખરીદનારા આ નવા નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
રોડ પરિવહન અને હાઈ-વે મિનિસ્ટ્રીના અનુસાર કાયદેસર કારચાલકે થર્ડ પાર્ટી વીમા વિના મોટરકાર ચલાવવાનું દંડનીય બનશે. મોટર વ્હિકલ એક્ટ, 1988ના કલમ 146 અનુસાર ભારતના રસ્તા પરના કારચાલકો માટે થર્ડ પાર્ટી વીમો લેવાનું ફરજિયાત કર્યું છે. એટલે તેનાથી કારમાલિક દ્વારા સામેની થર્ડ પાર્ટીના વીમાને કવર કરી લેવામાં આવશે. થર્ડ પાર્ટી વીમો લેવાને કારણે કારચાલક પર થોડો નાણાકીય બોજ તો આવશે, પરંતુ સામેની વ્યક્તિ પ્રત્યે કારચાલક સભાન છે એવું ફલિત કરવામાં આવશે. ઉપરાંત, થર્ડ પાર્ટીને થનારા સંભવિત નુકસાન સામે મદદ કરવાની પણ એક ભાવના છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર કારચાલકે થર્ડ પાર્ટીના વીમા વિના તમારું કે બીજી કોઈ વ્યક્તિનું વ્હિકલ ચલાવવાનું તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે એ વાતને પણ ધ્યાનમાં રાખવી. જો આ કાયદાનું ઉલ્લંઘન થશે તો જેલ જવું પડી શકે અને 2000 રુપિયાનો દંડ પણ થશે. બીજી વખત ભૂલ કરતી વખતે જો વ્યક્તિ પકડાશે તો ત્રણ મહિના સુધીની જેલ અને ચાર હજાર રુપિયાનો દંડ થશે.
આ અંગે સરકારે વધુમાં જણાવ્યું છે કે તમામ વ્હિકલધારક પોલિસીને ઝડપથી રિન્યૂ કરાવી લે. તમારી કારનો ઈન્શ્યોરન્સ પૂરો થયો હોય તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો. નહીં તો નાની સરખી ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. નવા નિયમોનું પાલન કરવાની જવાબદારી સંબંધિત વિભાગના સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવી છે.