Assembly Election: કાશ્મીરમાં ભાજપની સરકાર બની તો સૌથી પહેલા શું કરવું જોઈએ?
ભાજપ અને કોંગ્રેસના ઢંઢેરા પણ જાણી લો
શ્રીનગરઃ 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે સત્તાધારી ભારતીય જતના પાર્ટી (ભાજપ)ની સાથે કોંગ્રેસ સહિત તમામ સ્થાનિક પાર્ટીના નેતાઓએ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ પણ ગઠબંધન કરીને આગળ વધવાના મૂડમાં છે ત્યારે 370 કલમ હટાવ્યા પછી ભારતીય જનતા પાર્ટી પણ વધુ એક્ટિવ થઈને સરકાર બનાવવાના મૂડમાં ઢંઢેરો બહાર પાડ્યો છે.
જમ્મુ કાશ્મીરના ભાજપના વરિષ્ઠ નેતા, લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્માએ તાજેતરમાં જણાવ્યું હતું કે જો કાશ્મીરમાં ભાજપની સરકાર બની તો સૌથી પહેલું તો કામ ગેરકાયદે આવેલા રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને પાછા મોકલવા જોઈએ. આ બાબત ખાસ કરીને જમ્મુ કાશ્મીરની સુરક્ષા માટે સૌથી જરુરી પગલું છે.
અગાઉની સરકારે વોટબેંકની નીતિ અપનાવી
અગાઉની સરકારોએ ફક્ત વોટ બેંકની નીતિ માટે ગેરકાયદે પ્રવાસીઓને રહેઠાણ આપ્યું છે, જેનાથી રાજ્યની સુરક્ષામાં ખતરો ઊભો થયો છે. લેફ્ટનન્ટ જનરલ રાકેશ શર્માએ કહ્યું કે 11 સપ્ટેમ્બરના જમ્મુના અખનૂર ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સીમા ઉલ્લંઘન કરવા બદલ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન નિરંતર જમ્મુ કાશ્મીરની શાંતિ અને વિકાસમાં અવરોધ ઊભો કરવાની કોશિશ કરે છે, પરંતુ તેની મનસુબા ક્યારેય પૂરા થશે નહીં.
પાકિસ્તાનના પ્રોપગન્ડાને જનતાએ ફગાવ્યાં છે
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ફેલવવામાં આવતા જૂઠાણા અને પ્રોપગન્ડાને જનતા નકારી ચૂકી છે અને કાશ્મીરમાં થઈ રહેલા વિકાસથી વધુ છંછેડાય ગયું છે. પાકિસ્તાનનો ઉદ્દેશ તો રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં અવરોધ ઊભો કરવાનો છે, પરંતુ એ કોશિશ નિષ્ફળ રહેશે.
રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓએ ઊભું કર્યું છે જોખમ
લેફ્ટનન્ટે કહ્યું કે કાશ્મીરમાંથી રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓની તાકીદે કાઢવા જોઈએ. કાશ્મીરની સુરક્ષા માટે જોખમ ઊભું કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદે પ્રવાસીઓની કારણે સ્થાનિકોની સુરક્ષા મુદ્દે ગંભીર સવારો ઊભા થયા છે. અગાઉ કાશ્મીરમાં આર્મી કેમ્પ પરના હુમલામાં રોહિંગ્યા લોકોની સંડોવણી જોવા મળી હતી, તેથી તેમની ગતિવિધિઓ પર નજર રાખવા સાથે શંકાસ્પદ લોકોને તાકીદે કાઢી મૂકવા જોઈએ.
ભાજપનો ચૂંટણી ઢંઢેરો પણ જાણો
કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવાની સાથે મહિલાઓને સાક્ષર, આત્મ નિર્ભર અને નાણાકીય સુરક્ષા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. મા સન્માન યોજના અન્વયે જમ્મુ કાશ્મીરના ઘરના સૌથી વરિષ્ઠ મહિલાને દર વર્ષે અઢાર હજાર રુપિયા આપવામાં આવશે. ઉજ્જવલા લાભાર્થીઓને દર વર્ષે બે એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવશે. પંડિત પ્રેમનાથ ડોગરા રોજગાર યોજના અન્વયે કાશ્મીરમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે.
કોંગ્રેસે પણ કર્યો આ મોટો દાવો
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે કાશ્મીરમાં મહિલાઓને મહિને 3,000 રુપિયા, મહિલાઓની પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન, એક લાખ ખાલી પડેલી જગ્યા પર ભરતી, તમામ પરિવારોને 25 લાખ રુપિયાનો વીમો અને પરિવારના દરેક સભ્યને 11 કિલો ચોખા આપવાની જાહેરાત કરી હતી. અહીં એ જણાવવાનું કે 2014માં કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.