June 30, 2025
મુંબઈ

…તો મુંબઈગરા ‘લંડન’ને ભૂલી જશે!

Spread the love


મુંબઈ આઈ તૈયાર થયું તો પર્યટનને પણ મળશે પ્રોત્સાહન

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર આર્થિક પાટનગર મુંબઈને લંડન બનાવવા માટે મોટી યોજના લઈ આવ્યું છે. લંડનની માફક મુંબઈમાં ફેરિસ વ્હિલ જોવા મળશે. મુંબઈ મહાનગર પાલિકાએ આ વર્ષે નાણાકીય બજેટમાં જાહેરાત કરી હતી. આ યોજના સફળ થઈ તો મુંબઈગરાને લંડન સુધી જવાની જરુર પડશે નહીં, કારણ કે મુંબઈમાં ફેરિસ વ્હિલ આકર્ષણનું કેન્દ્ર બની જશે. આ વર્ષે મુંબઈ મહાનગર પાલિકાએ 74,000 કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જે સૌથી મોટું બજેટ માનવામાં આવે છે.

મુંબઈ પાલિકા લંડન સ્થિત થેમ્સ નદીના કિનારે બનાવેલું 135 મીટર ઊંચા લંડન આઈના આધારે મુંબઈમાં પણ મુંબઈ આઈ બનાવવાની યોજના છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી)ના આધારે આ યોજનાને સાકાર કરવામાં આવશે. મુંબઈ આઈ તૈયાર કર્યા પછી મુંબઈની બહુમાળી ઈમારતોની સાથે દરિયા કિનારાનો વ્યૂ જોવા મળશે.

મીડિયાના અહેવાલ અનુસાર મુંબઈ આઈને લઈ કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. મુંબઈમાં મુંબઈ આઈ માટે બેથી ત્રણ એકર જમીનની આવશ્યક્તા પડે છે, ગ્લાસના હિંચકામાં એસીની સુવિધા હશે. અહીં એ જણાવવાનું કે 2008માં શિવસેનાના નેતા રવિન્દ્ર વાઈકરે મુંબઈ આઈ બનાવવાની યોજના બનાવી છે. 2022માં બાંદ્રા લિક્લમેશન ખાતે બનાવવાની વાત કરી હતી, પરંતુ સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો, તેથી રોકી હતી.

સરકારની યોજના પણ સાકાર કરવામાં આવે તો માયાવીનગરીનો 360 ડિગ્રીનો વ્યૂ જોવા મળશે, જેમાં બેસીને તમે ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ક્વીન નેકલેસ, અરબ સાગર સહિત સમગ્ર શહેરનો નઝારો જોવા મળશે. હાલના તબક્કે મુંબઈ આઈ માટે કોઈ બજેટની તો ફાળવણી કરી નથી, જ્યારે જગ્યા પણ નક્કી નથી. આમ છતાં જો તૈયાર થયા પછી મુંબઈ આવનારા પર્યટકોની સંખ્યામાં જોરદાર વધારો થશે અને ટૂરિઝમને પણ પ્રોત્સાહન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!