Lok Sabha Election: ચૂંટણીમાં BJP હારી તો પાર્ટીનો પ્લાન બી શું હશે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ના ચાર તબક્કાનું મતદાન થયા પછી બાકીના ત્રણ તબક્કાના મતદાન માટે રાહ જોવામાં આવી રહી છે. પાંચમા તબક્કામાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યનું મતદાન હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં સત્તાધારી પાર્ટી 400 બેઠક સાથે ફરી સત્તામાં આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 400 તો છોડો પણ સત્તામાં આવવા જેટલી સીટ નહીં મળે તો શું કરશે. આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) આ અંગે સૌથી મોટો દાવો કર્યો હતો.
એક ઈન્ટરવ્યૂમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે પીએમ મોદી જંગી બહુમતી સાથે સત્તા હાંસલ કરશે. જો પાર્ટીને બહુમતી મળે નહીં તો પાર્ટીનો પ્લાન બી કોઈ છે યા કોઈ તૈયારી કરી હોવાના સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે પ્લાન બીની ત્યારે જરુર પડે જ્યારે પ્લાન એ સફળ થવાની પણ સંભાવના 60 ટકાથી ઓછી હોય. મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે પીએમ મોદી સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં વાપસી કરશે. આ અગાઉ શાહે દાવો કર્યો હતો કે પીએમ મોદી જ ફરી વડા પ્રધાન બનશે તેમ જ 2029માં પણ પીએમ મોદી વડા પ્રધાન બનશે.
કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગંઠબંધન દ્વારા ચૂંટણીમાં અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. એવું પણ લોકોના મગજમાં સેટ કરવામાં આવી રહ્યું છે કે સંવિધાન બદલીને અનામતને ખતમ કરવામાં આવશે. આ મુદ્દે અમિત શાહે કહ્યું હતું કે એક વાત સ્પષ્ટ છે કે ભાજપના એક પણ સાંસદે અત્યાર સુધીમાં એસસી, એસટી અને ઓબીસીના અનામતને હાથ લગાવવાની વાત જ નહીં, પણ એના અંગે નિવેદન આપ્યું નતી. એસસી, એસટી અને ઓબીસીના અનામત માટે વડા પ્રધાન મોદીથી મોટા બીજા કોઈ સમર્થક નથી. એટલે વિપક્ષની વાતો તમામ ભ્રામક છે.
દક્ષિણના વિભાજન અને કોંગ્રેસની નીતિ અંગે અમિત શાહે કહ્યું હતું કે હવે દેશમાં વિભાજન થવાનું શક્ય નથી અને કોંગ્રેસ પણ એનો ઈન્કાર કરી શકે નહીં. કોંગ્રેસ પાર્ટીના એક કદાવર નેતાએ ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજિત કરવાની વાત કહી હતી અને કોંગ્રેસે પણ એનો ઈન્કાર કરી શકી નહોતી. પણ હવે દેશની જનતાએ વિચારવાનું છે કે કોંગ્રેસ પાર્ટીનો શું એજન્ડા છે. પાંચ રાજ્ય પૈકી કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટક મળીને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ બનશે.
