પરભણીમાં ત્રીજી દીકરીના જન્મને કારણે પતિએ પત્નીને સળગાવી દીધી…
પરભણીઃ મહારાષ્ટ્રના પરભણીમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ગંગાખેડ નાકા વિસ્તારમાં 26 ડિસેમ્બરે રાતના સુમારે પતિએ પોતાની પત્નીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. પતિ પત્ની પર એ વાતથી નારાજ હતો કે ત્રીજી ડિલિવરી વખતે પણ દીકરીને જન્મ આપ્યો હતો. આ વાતને લઈ ઝઘડા થતા રહેતા હતા. થોડા દિવસ પહેલા આ વાત એટલી વણસી ગઈ કે પતિએ તેની પત્ની ગુસ્સે ભરાઈને પત્નીને જ આગને હવાલે કરી દીધી હતી. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી હતી.
પોલીસના જણાવ્યાનુસાર પીડિતાનું નામ મૈન કુંડલિકા કાળે છે, જ્યારે તેની બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી કુંડલિક ઉત્તમ કાળે તેની પત્ની રોજ મારપીટ કરતો હતો અને ગાળાગાળી કરતો હતો. ઘરમાં વિવાદ માટેનું કારણ ત્રણ દીકરી હતી, પરિણામે ઘરમાં રોજ ઝઘડા થતા હતા.
આ જ વિવાદ એટલો વધી ગયો હતો કે 26મી ડિસેમ્બરના કુંડલિકે મેના ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી લીધી હતી. આગ લગાવ્યા પછી મેના પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગી હતી. લોકોએ તેને જોયા પછી આગને નિયંત્રણમાં લઈને તેને બચાવવાની કોશિશ પણ કરી હતી. ઘટનાસ્થળે લોકો ભેગા થયા પછી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર પહેલા ઉત્તમ કાળેની પત્નીનું મોત થયું હતું.
ફરિયાદના આધારે પોલીસે ઉત્તમ કુંડલિક કાળે સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં આરોપીની પૂછપરછ પણ કરી હતી તથા આ મુદ્દે તેને કોઈ નિવેદન આપ્યું નહોતું. આ ઘટના પછી અહીંના વિસ્તારમાં આરોપી વિરુદ્ધ તંગ માહોલ છે. આ ઘટના બન્યા પછી ફરી સાબિત થયું છે કે સમાજ ગમે તેટલો પ્રગતિ કરે પણ લોકોનો વિચાર બદલાતો નથી. વાસ્તવમાં કાયદો કડક બનાવ્યા પછી પણ લોકોએ વિચાર બદલવાનું જરુરી છે.