બે સ્માર્ટફોનમાં ચલાવો એક જ વોટ્સએપ એકાઉન્ટ, જાણો અમારી સિમ્પલ ટ્રિક…
વોટ્સએપ (WhatsApp) એ આજના સમયની એક પોપ્યુલર એપ (એપ્લિકેશન) છે અને ભારત સહિત દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. અનેક વોટ્સએપ યૂઝર્સ એવા હોય છે કે જેઓ બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય છે, જે બે મોબાઈલ ફોન યુઝ કરતાં હોય છે, પરંતુ તેમની પાસે નંબર તો એક જ હોય છે. આવા સંજોગોમાં એક જ વોટ્સએપ બે અલગ અલગ ફોનમાં કઈ રીતે વાપરી શકાય? આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. અહીં અમે તમને એવી સિમ્પલ ટ્રિક્સ બતાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે બંને સ્માર્ટફોન્સમાં સરળતાથી એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકો છો. આ માટે તમારે કેટલીક સિમ્પલ ટિપ્સ ફોલો કરવી પડશે-
⦁ સૌથી પહેલાં તો તમારી જાણ માટે તમારા બંને સ્માર્ટ ફોન એક બીજાની નજીક રાખો. ત્યાર બીજા હેન્ડસેટમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી વોટ્સએપ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો.
⦁ ત્યાર બાદ વોટ્સએપ ઓપન કરો અને જો એ હેન્ડસેટમાં સિમ પહેલાંથી છે તો એ એ નંબરને પ્રમોટ કરશે. ત્યાર બાદ એ નંબરને ઈગ્નોર કરીને રાઈટમાં ઉપર દેખાઈ રહેલાં ત્રણ ડોટ્સ પર કરો.
⦁ હવે પ્રોસેસમાં આગળ વધો અને તમને લિંક નેમનું ઓપ્શન જોવા મળશે.
⦁ યુઝર્સે ત્યાર બાદ સેકન્ડરી ડિવાઈઝ પર ક્યુઆર કોડ જોવા મળશે. ત્યાર બાદ પ્રાઈમરી ડિવાઈસમાં રહેલાં વોટ્સએપને ઓપન કરો. ટોપમાં રાઈટ પર જોવા મળતાં ત્રણ ડોટ પર ક્લિક કરો
⦁ અહીં તમને યુઝર્સને લિંક ડિવાઈસનું ઓપ્શન દેખાશે અને ક્યુઆર કોડનું ઓપ્શન જોવા મળશે
⦁ પ્રાઈમરી ડિવાઈસથી સેકેન્ડરી ડિવાઈસ કોડને સ્કેન કરી લો. બસ હવે તમારા બંને ફોનમાં એક જ વોટ્સએપ એકાઉન્ટ શરૂ થઈ જશે
⦁ વોટ્સએપ લિંક ડિવાઈસની મદદથી મેક્સિમમ ચાર ડિવાઈસને કનેક્ટ કરી શકાય છે. આ સિવાય તમે લેપટોપ, કમ્પ્યુટર અને ટેમ્લેટ વગેરે સાથે કનેક્ટ કરી શકો છો.