કેટલા વર્ષમાં તમારા પૈસા ત્રણ ગણા થાય, જાણો રુલ ઓફ 114ની કમાલ?
પૈસાને ટ્રિપલ કરવાની મેજિકલ ફોર્મ્યુલા: જાણો કેવી રીતે રુલ ઓફ 114 તમારા રોકાણને પ્લાન કરવામાં મદદ કરી શકે છે.
દરેક વ્યક્તિ પોતાના પેટ માટે વેઠ કરે છે એટલે કામકાજ કરે તો પોતાનું પેટ ભરાય. એના પછી પૈસા વધે તો ઘર-પરિવાર પર પૈસા વાપરી શકે. માણસને રોટી મળે તો કપડા અને મકાનની પણ વ્યવસ્થા કરે, પણ આ બધુ યોગ્ય સમયે મળી રહે એના માટે પણ રોકાણ જરુરી છે એ પણ એવું ઈન્વેસ્ટમેન્ટ જે તમને ટૂંકા અને લાંબા ગાળે પણ કામ આવે. ઈન્વેસ્ટમેન્ટમાં રિયલ એસ્ટેટથી લઈને દરેક સેક્ટરમાં વધતે-ઓછે તમને સારું વળતર મળે છે, જ્યારે ક્યારેક આંધળુકિયું કરેલું રોકાણ ડૂબી શકે છે, પરંતુ રોકાણ માટેનો સોનેરી નિયમ રુલ ઓફ 114 પણ છે, જે તમને મજબૂત વળતર આપી શકે છે. એવું શું એ નિયમમાં તો જાણી લો.
તમે વિચારતા હશો કે તમારું રોકાણ ક્યારે બે-ત્રણ ગણુ થાય. ફાઈનાન્શિયલ દુનિયામાં એક મેજિકલ રુલ છે, જે તમારા પૈસા ડબલ કરી શકે છે. દાખલા તરીકે આકાશે નામના યુવાને પાંચ લાખ રુપિયામાં રોકાણ કર્યું, જ્યારે રોકાણ કર્યું ત્યારે એના મનમાં હતું કે મારા પૈસા ક્યારે દસ-પંદર લાખ થાય. હવે એના માટે જો લાંબુ વિચારવું પડે કે પછી કોઈ નિષ્ણાતની રાહ જોવી પડે પણ એ બધુ છોડો એના માટે સરળ ટ્રિક રુલ ઓફ 114 છે, જેનાથી તમારા રોકાણના પૈસા ત્રણ ગણા મળી શકે છે. જેમ કે રુલ ઓફ 72 પણ છે.
જેમ કે માનો તમે 5,00,000 રુપિયાનું રોકાણ કર્યું છે અને એના પર વર્ષે 12 ટકા રિટર્ન મળે છે તો 114 ભાગ્યા 12 બરાબર સાડા નવ વર્ષ. એટલે 9.5 વર્ષમાં તમારા પાંચ લાખ રુપિયાના પંદર લાખ રુપિયા મળે છે અને જો વ્યાજદર પંદર ટકા હોય તો 114 ભાગ્યા પંદર એટલે 7.6 વર્ષ એટલે ફક્ત સાતથી આઠ વર્ષમાં ત્રણ ગણા થાય છે.
રુલ ઓફ 114નું મહત્ત્વ એટલા માટે છે, કારણ કે રોકાણનું ગણિત એકદમ સરળ કરે છે. સામાન્ય રીતે તમને મળનારા રોકાણ પરનું રિટર્ન તમને ખબર હોી જોઈએ, જેનાથી થોડી મિનિટમાં ખબર પડી જાય છે. એનાથી રોકાણકાર અલગ અલગ સ્કીમમાં રોકાણ કરવાનું પણ વિચારી શકે છે. જેમ કે એક જગ્યાએ છ ટકા વ્યાજ અને બીજી જગ્યાએ બાર ટકા વ્યાજ મળે તો રુલ ઓફ 114 ધ્યાનમાં હોય તો તમને ખબર હોય તો ફાયદો થાય છે. વાસ્તવમાં આ બાબત રોકાણની બેસ્ટ ટ્રિક પણ માનવામાં આવે છે.
ટૂંકમાં રુલ ઓફ 114 અનુમાન તમને આપે છે કોઈ ગેરન્ટી નહીં. વાસ્તવમાં રોકાણ કરવું હોય તો કોઈ પણ સેક્ટરનું ભવિષ્ય, માર્કેટની હાલત અને મોંઘવારી દર સહિત અન્ય બાબત નિર્ભર કરે છે, તેથી ગમે ત્યાં રોકાણ કરો પણ સાચી રીત જાણતા ન હો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
