February 4, 2026
લાઈફ સ્ટાઈલ

સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ માટે નવા વર્ષના પહેલા દિવસે કરો આ ખાસ કામ

Spread the love

દર વર્ષે જૂનું વર્ષ પૂરું થાય અને નવા વર્ષ માટે નવી અપેક્ષાઓ લઈ આવે. સૌના માટે એક વાત સ્પષ્ટ છે કે ફક્ત કેલેન્ડર બદલાય પણ વર્ષ હોય કે દિવસ તો એ જ રહે છે. ગરીબ હોય કે તવંગર પણ દરેકના માટે દિવસ તો સરખો હોય છે, પણ દરેકની જિંદગીમાં ઈવેન્ટ બસ અલગ અલગ હોય છે પણ શક્ય એટલા નવા સંકલ્પ અને નવું કંઈક કરવાની મહેનત કરો તો લાંબા ગાળે પણ ફાયદો થાય છે. નવા વર્ષની શરુઆત પહેલા દિવસે તમે ઘરમાં પૂજાપાઠ કરે છે. મંત્રોનો જાપ પણ કરી શકો તેમ જ પરિવારના વૃદ્ધોના આશીર્વાદ લઈ શકો છો.

નવા વર્ષમાં અમુક કામ અચૂક કરો. માન્યતા એવી પણ છે કે વર્ષના પહેલા દિવસે અમુક સંકલ્પો કરો તો વર્ષભર માતાજીની કૃપા રહે છે. સૌથી પહેલા તો બ્રહ્મ મુર્હૂતમાં ઉઠીને નદીના પાણીમાં સ્નાન કરી શકો અથવા ગંગાજળથી પણ સ્નાન કરી શકો છો. સૂર્યદેવતાને જળથી અર્ધ્ય આપો. હોમ સૂર્યાય નમથી જાપ પણ કરી શકો. આમ કરવાથી તમારો દિવસ સકારાત્મક રહી શકે છે.

ઘરમાં સાફ-સફાઈ પણ કરો
નવા વર્ષની શરુઆત તમે ઘરમાં સાફ-સફાઈથી કરી શકો છો. આજથી શરુ થઈ રહેલા નવા વર્ષથી ઘરમાં અચૂક સફાઈ કરો. ઘરમાં સાફ હોવાથી ભગવાનનો પણ વાસ રહે છે. એવું પણ માનવામાં આવે છે જે ઘરમાં સાફ-સફાઈ હોય તો ત્યાં માતાજી લક્ષ્મીજીનો વાસ છે. તુલસીનું પૂજન પણ કરી શકો છો. સવારે તુલસીના પાન સાથે જળને અર્ધ્ય આપી શકો છો. સાંજના તુલસી નજીક દીવો પણ કરો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ પણ કરો, તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધન-વૈભવમાં વધારો થાય છે.

નવા વર્ષના દિવસે નવું કરવાનો સંકલ્પ લો
નવા વર્ષે ઘરમાં કંઈક નવી વાનગી પણ બનાવી શકો છો. મનગમતી વાનગી બનાવીને ભગવાનને પણ ભોગ ધરાવો અને બાળકોમાં પણ પ્રસાદ વહેંચો, જેનાથી ભગવાનની કૃપા પણ થાય છે. નવા વર્ષે સૌથી મહત્ત્વની વાત કોઈ એવો સંકલ્પ લો જે વર્ષ પૂરું થયે એ કામ કરવાનો આનંદ આવે. શક્ય એટલા ખોટું નહીં કરીને કોઈનું કલ્યાણ કરવાનો નિશ્ચય લઈ શકો છો. વડીલોનું સન્માન કરો. દાન-પુણ્ય પણ કરી શકો. માંસાહાર યા દારુનો ત્યાગ કરવાનો સંકલ્પ લઈ શકો. કંઈક નવું કરવાની તમન્નાથી મનમાં સકારાત્મક બનશે, જેનાથી પરિવારમાં સકારાત્મક માહોલનું નિર્માણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!