બીજાને ખુશ કરવાના પ્રયત્નમાં પોતાનું સન્માન ન ગુમાવો; જાણો આત્મવિશ્વાસ અને સેલ્ફ-રિસ્પેક્ટ વધારવાની ટિપ્સ
તમે કોઈના માટે કંઈ પણ કરો, પરંતુ તમારી વેલ્યુ કરતા નથી. આ સમસ્યા અનેક લોકોમાં જોવા મળતી હોય છે. આ બાબત વ્યક્તિના આત્મવિશ્વાસમાં ઘટાડો કરે છે અને વધારે વિચારવા માટે મજબૂર કરે છે. પણ વધારે વિચારવાથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો કરે છે. વાસ્તવમાં સમસ્યા આપણી પરિસ્થિતિમાં નહીં, પરંતુ આપણી રોજિંદગી જિંદગીની આદતમાં હોય છે, જે અજાણો લોકોને સંદેશ આપે છે કે આપણને હળવાશથી લઈ શકાય છે.
આપણે બીજાને ખુશ કરવાની કોશિશ કરીએ છીએ. દરેક વાત જણાવી દઈએ છે અને પોતાની જરુરિયાતની પણ અવગણના કરીએ છીએ અને લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ અને પછી પોતાનું સન્માન ગુમાવી દઈએ છીએ, પણ આપણે આપણી આદતોને સુધારવાનું જરુરી હોય છે, જે તમારી વ્યક્તિગત પ્રતિભા વધુ પ્રસન્ન અને પ્રગતિના પંથે લઈ જાય છે.
તમે લોકોની મદદ કરવા માટે તૈયાર રહો છે. તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય પણ થાકેલા હોય કે મન વ્યસ્ત હોય છે. પણ તમારી આ પરિસ્થિતિમાં તમારી વેલ્યુ તમે ઘટાડો છો. આના કારણે તમને લોકો વિકલ્પ સમજે છે, તેથી તમને પ્રાયોરિટી આપતા નથી. આ સંજોગોમાં તમારે હા કહેવાનું જરુરી નથી, પરંતુ શાંત રહીને ના કહી શકો.
પોતાની જાતને ઓછી આંકશો નહીં. ખાસ કરીને તમારી જાત અથવા કામને પણ ઓછું આંકશો નહીં. જેમ કે મને ઓછું આવડે છે અને હું તો ફક્ત આમ જ કહુ છું. કદાચ હું ખોટો હોઈ શકું છું આ સંજોગોમાં તમે જ તમારા મનને મારી રહ્યા છો. તમારે તમારી જ વેલ્યુ કરવાની હોય તો કોન્ફિડન્સ રાખો અને પોતાના અચિવમેન્ટને ધ્યાનમાં રાખો. ધીમે ધીમે આત્મવિશ્વાસ વધારો. જો તમે નાની બાબતમાં પોતે નિર્ણય લો બીજાના મંતવ્યો લેવાનું પણ ટાળો, જેનાથી આત્મનિર્ભરતા વધશે. જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ કરે છે, તેના પર બીજા પણ વિશ્વાસ કરશે.
મજાક અને અપમાન વચ્ચે ઘણો ફરક છે. અમુક લોકો પોતાના અપમાનને સહન કરી લેતા હોય છે, જેમાં તમારી વાત હોય કે ઈગ્નોર પણ કરતા રહે છે અને એને બધા સહન કરી લે છે. આ ચૂપકીદી તમને નબળી બનાવી શકે છે. આ સંજોગોમાં તમારા અપમાન અને મજાકને પણ એક મર્યાદા સુધી રાખો, પરંતુ જો એ હદ વટાવે તો સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દો. ટૂંકમાં પોતાની સફળતા માટે સમય નક્કી કરો અને પોતાની વેલ્યુ કરો. પોતાની હેલ્થ, પ્રગતિ, સેલ્ફ કેર અને સેલ્ફ રિસ્પેક્ટ પર પહેલા ફોક્સ કરો.
