February 4, 2026
ટેકનોલોજી

વોટ્સએપ પર ઓનલાઈન રહેશો અને કોઈને ખબર નહીં પડે; જાણી લો આ સિક્રેટ સેટિંગ વિશે…

Spread the love

હવે વોટ્સએપ પર રહો ઇનવિઝિબલ: જાણો ઓનલાઈન સ્ટેટસ હાઈડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત.

વોટ્સએપ (WhatsApp) આજે આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયું છે. સવારથી રાત સુધી આપણે અનેક લોકો સાથે આ પ્લેટફોર્મ પર જોડાયેલા રહીએ છીએ. પરંતુ, ઘણીવાર આપણે ઈચ્છીએ છીએ કે આપણે ઓનલાઈન હોઈએ છતાં કોઈને ખબર ન પડે. ઓફિસના કામમાં વ્યસ્ત હોઈએ કે પર્સનલ મી ટાઈમમાં આ રીતે સતત ઓનલાઈન દેખાવવું એ આપણને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે.

યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વોટ્સએપે એક શાનદાર સિક્રેટ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમે વોટ્સએપ પર ઓનલાઈન હોવા છતાં અન્ય કોઈને તેની જાણ સુદ્ધા નહીં થાય. આજે આપણે આ સ્ટોરીમાં વોટ્સએપના આ અનોખા ફીચર વિશે વાત કરીશું.

વોટ્સએપ દ્વારા યુઝર્સની સુવિધાને ધ્યાનમાં લઈને સમયાંતરે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. જે યુઝરના અનુભવને વધુ બહેતર બનાવે છે. અત્યાર સુધી આપણે આપણું લાસ્ટ સીન હાઈડ કરી શકતા હતા, પરંતુ ‘Online’ સ્ટેટસ હાઈડ કરવાનો વિકલ્પ નહોતો. હવે પ્રાઈવસી સેટિંગમાં થયેલા નવા ફેરફારથી તમે સંપૂર્ણપણે ઈન્વિઝીબલ રહીને ચેટિંગ કરી શકો છો.

સિક્રેટ સેટિંગ કેવી રીતે કરશો?

જો તમે ઈચ્છતા હોવ કે તમે વોટ્સએપ ખોલો ત્યારે કોઈને તમારું ઓનલાઈન સ્ટેટસ ન દેખાય, તો નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો-

1. વોટ્સએપ ખોલીને પહેલા તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરો.

2. સેટિંગ્સમાં ઉપર જમણી બાજુએ આપેલા ત્રણ ટપકા (Dots) પર ક્લિક કરીને ‘Settings’ માં જાઓ.

3. સેટિંગ્સમાં તમને ‘Privacy’ નો વિકલ્પ જોવા મળશે, તેના પર ટેપ કરો.

4. પ્રાઈવસીમાં સૌથી ઉપર જ તમને ‘Last Seen and Online’ નો ઓપ્શન દેખાશે.

5. ‘Who can see my last seen’ માં ‘Nobody’ સિલેક્ટ કરો.

6. તેની નીચે ‘Who can see when I am online’ માં ‘Same as last seen’ પર ક્લિક કરો.

7. બસ, આટલું કરતા જ તમારું કામ થઈ ગયું!

8. હવે તમે વોટ્સએપ પર ગમે ત્યારે ઓનલાઈન આવશો તો પણ અન્ય કોઈને ‘Online’ લખેલું દેખાશે નહીં.

વાત કરીએ આ ફીચરની ખાસિયત વિશે તો જો તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોવ અને ઈચ્છતા હોવ કે બીજા લોકો તમને મેસેજ કરીને હેરાન ન કરે, તો આ ફીચર બેસ્ટ છે. પ્રાઈવસીની દ્રષ્ટિએ પણ તમારા માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે ક્યારે જાગો છો કે ક્યારે વોટ્સએપ ચેક કરો છો તેની કોઈને ખબર પડશે નહીં. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તમે આ સેટિંગ ઓન કરીને ઓફિસના કામ દરમિયાન ‘ઓનલાઈન’ દેખાવાથી બચી શકશો અને એને કારણે તમે બિનજરૂરી મેસેજથી બચી જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!