ટ્રેનમાં કન્ફર્મ લોઅર બર્થ મેળવવાની આ છે સિક્રેટ ટિપ્સ; સિનિયર સિટીઝન્સ માટે ખાસ કામના સમાચાર…
ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે. લાંબા અંતરની મુસાફરીમાં ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓને ઉપરની સીટ પર ચઢવામાં ઘણી તકલીફ પડતી હોય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરના વડીલોને ટ્રેનમાં કન્ફર્મ લોઅર બર્થ જ મળે, તો IRCTC પર ટિકિટ બુક કરતી વખતે આ ખાસ સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે. આ ખાસ સ્ટેપ્સ વિશે જ આપણે આ સ્ટોરીમાં વાત કરવાના છીએ…
ટ્રેનમાં મુસાફરી સમયે મહિલાઓ અને સિનીયર સિટીઝનને ટ્રેનમાં લોઅર બર્થ મળે એ આપણામાંથી મોટાભાગના લોકોની ચિંતાનું કારણ હોય છે. આજે અમે અહીં તમારી આ ચિંતાનું નિરાકરણ લઈને આવ્યા છીએ. આપણામાંથી મોટાભાગના લોકો જનરલ ક્વોટામાં ટિકિટ બુક કરે છે અને લોઅર બર્થનો ઓપ્શન સિલેક્ટ કરે છે, પરંતુ જો સીટ ખાલી ન હોય તો આવા કેસમાં મિડલ કે અપર બર્થ મળી જાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને કન્ફર્મ લોઅર બર્થ મળે તો નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખો.
હંમેશા ટિકિટ બુકિંગ વખતે ‘Reservation Choice’ નામના સેક્શનમાં જઈને Book only if lower berth is allotted (જો લોઅર બર્થ મળે તો જ ટિકિટ બુક કરો)નો ઓપ્શન સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કરવાથી જો ટ્રેનમાં લોઅર બર્થ ખાલી હશે તો જ તમારી ટિકિટ બુક થશે, અન્યથા ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે.
આ સિવાય ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે રેલવેમાં અલગ ક્વોટા હોય છે. હંમેશા આ ક્વોટા હેઠળ જ ટિકિટ બુક કરવી જોઈએ.
રેલવેના નિયમ મુજબ, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓને લોઅર બર્થ આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. સ્લીપર ક્લાસમાં દરેક કોચમાં 6થી 7 અને એસી કોચમાં 4થી 5 લોઅર બર્થ આવા મુસાફરો માટે અનામત રાખવામાં આવે છે.
જો લોઅર બર્થ ન મળે તો શું કરવું?
જો કોઈ કારણસર તમને લોઅર બર્થ નથી મળી, તો તમે ટ્રેનમાં TTE (ટિકિટ કલેક્ટર) નો સંપર્ક કરી શકો છો. જો ટ્રેનમાં કોઈ લોઅર બર્થ ખાલી હશે અથવા કોઈ પેસેન્જર સીટ એક્સચેન્જ કરવા તૈયાર હશે, તો ટિકિટ ચેકર માનવતાને નાતે તમને સીટ અપાવી શકે છે.
છે ને એકદમ મહત્ત્વની અને લાખ રૂપિયાની વાત? હવે જ્યારે પણ તમે ટિકિટ બુક કરો ત્યારે આ મુદ્દાનું ચોક્કસ ધ્યાન રાખજો, જેથી કોઈ મુશ્કેલી ઉઠાવવાનો વારો ના આવે…
