ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં કઈ રીતે કરશો ફરિયાદ?
ગ્રાહક સુરક્ષા ફોરમ ગ્રાહકોને લઈને કામકાજ કરે છે, જે ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેમની રકમ પરત અપાવવામાં સરકારે ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે. જો કોઈ ગ્રાહક ખરીદી કરતી વખતે છેતરપિંડીનો શિકાર બને છે તો તમે ગ્રાહક પંચાયત યા કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. એના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તેના માટે તમે જ તમારાવતી કેસ લડી શકો છો. તમને નેશનલ કન્ઝયુમર લીગલ ફંડ વતીથી વકીલની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. તમે ઓનલાઈન ફરિયાદ આ રીતે કરી શકો છો. તમારે નેશનલ કન્ઝયુમર હેલ્પલાઈનની સત્તાવાર વેબસાઈટ (https://consumerhelpline.gov.in/) જવું પડશે.
વેબસાઈટ પર જઈને તમે કન્ઝ્યુમર કમ્પ્લેઈન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
જેવા તમે કન્ઝ્યુમર કમ્પલેઈન પર ક્લિક કરશો તમને તેની સામે બે વિકલ્પ આપવામાં આવશ, જેમાં રજિસ્ટર યોર કમ્પ્લેન અને વ્યૂ યોર કમ્પ્લેઈન સ્ટેટસ. એના પછી તમારા રજિસ્ટર યોર કમ્પ્લેઈન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
પાંચમા ક્રમે જ્યારે તમે રજિસ્ટર યોર કમ્પ્લેઈન પર ક્લિક કરશો ત્યારે તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે. આ પેજમાં તમારે સાઈન અપના વિકલ્પ પર કિલક કરીને તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે. તમારા કેસના સ્ટેટસ પ્રમાણે તમારો કેસ ડ્રિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ફોરમ, સ્ટેટ કન્ઝ્યુમર ફોરમ અને નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં જશે. જેમ કે જો તમારી ફરિયાદ 20 લાખ રુપિયા સુધીની હશે તો ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ફોરમમાં જશે, જ્યારે તમારી ફરિયાદ 20 લાખથી એક કરોડ રુપિયાની હશે તો સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં જશે. આ ઉપરાંત, જો તમારી ફરિયાદ એક કરોડ રુપિયાથી વધુની હશે તો નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં કેસ લડવાનો રહે છે.
તમારા કેસની ફી પણ જાણી લો જો એક લાખ રુપિયા હોય ત 100 રુપિયા, પાંચ લાખ સુધીની હોય તો 200 રુપિયા, 10 લાખ હોય તો 400 રુપિયા, 20 લાખની હોય તો 500 રુપિયા, પચાસ લાખ રુપિયા સુધી હોય તો 2,000 રુપિયા અને એક કરોડ રુપિયાની હોય તો 4,000 રુપિયા હોય છે.
આ ઉપરાંત, તમે હેલ્પલાઈન (નંબર 18000-11-4000 અથવા 14404) પર ફરિયાદ કરી શકો છો. એના સિવાય એક નંબર (8130009809) પર એસએમએસ કરી શકો છો. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનની એપ્લિકેશન અને ઉમંગ એપ પર ફરિયાદ કરી શકો છો. આ હેલ્પલાઈન જાહેર રજાના દિવસ સિવાય સવારના 9.30 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યાની વચ્ચે ફરિયાદ કરી શકો છો.