February 4, 2026
ટેકનોલોજી

તમને યાદ રહે એટલો સરળ પાસવર્ડ રાખો છો? આ સ્ટોરી વાંચી લો નહીંતર…

Spread the love


ડિજિટલ યુગમાં આપણું લગભગ તમામ કામ ઓનલાઇન થઈ ગયું છે. બેંકિંગથી લઈને સોશિયલ મીડિયા સુધીની તમામ વિગતો આપણા સ્માર્ટફોન અને કોમ્પ્યુટરમાં કેદ છે. આ સ્થિતિમાં, તમારા ડિજિટલ એકાઉન્ટની સુરક્ષા માટે ‘પાસવર્ડ’ એ સૌથી મજબૂત કવચ છે. પરંતુ, પાસવર્ડ બનાવતી વખતે કરવામાં આવેલી નાનકડી ભૂલ તમને હેકર્સ અને સ્કેમર્સનો આસાન શિકાર બનાવી શકે છે.

તાજેતરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ જેવા માધ્યમો દ્વારા લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી દેવાના કિસ્સાઓ દરરોજ સામે આવે છે. સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવા નવા રસ્તાઓ અપનાવે છે. તમારી એક નાની ભૂલ તેમને તમારા ખાનગી ડેટા સુધી પહોંચાડી શકે છે. તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો.

સ્ટ્રોન્ગ પાસવર્ડ કેવી રીતે બનાવવો?

જો તમે પણ તમારા પાસવર્ડને એકદમ સ્ટ્રોન્ગ બનાવવા માંગો છો અને હેકર્સ તમારા પાસવર્ડનો અંદાજો ન લગાવી શકે એવું ઈચ્છો છો તો એના માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમે અહીં તમને કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

. પાસવર્ડમાં હંમેશા કેપિટલ (A, B, C) અને સ્મોલ (a, b, c) બંને પ્રકારના અક્ષરોનો ઉપયોગ કરો.
. પાસવર્ડમાં ઓછામાં ઓછો એક ડિજીટ ચોક્કસ હોવો જોઈએ.
. @, #, $, %, & જેવા સ્પેશિયલ કેરેક્ટર પાસવર્ડને વધુ કોમ્પ્લેક્સ એટલે કે અઘરા બનાવે છે.
. પાસવર્ડ ઓછામાં ઓછો 8થી 12 કેરેક્ટરનો હોવો જોઈએ.

મોટા ભાગના લોકો યાદ રાખવા માટે એકદમ ઈઝી અને અંદાજો લગાવી શકાય એવા પાસવર્ડ રાખે છે, જે ખરેખર જોખમી છે. પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ તમારો મોબાઈલ નંબર, જન્મતારીખ, તમારા નામના અક્ષરો કે ગાડીનો નંબર પાસવર્ડ તરીકે ન રાખવો. હેકર્સ સૌથી પહેલા આવી માહિતીનો જ ઉપયોગ કરે છે.

ઘણા લોકોને તમામ જગ્યાએ એક જ પાસવર્ડ રાખવાની આદત હોય છે. આ લોકો પેટીએમ, ગૂગલ પે, એટીએમ, જીમેલ અને ફેસબુક – આ તમામ માટે એક જ પાસવર્ડ રાખે છે જે ખરેખર મૂર્ખામી છે. જો એક એકાઉન્ટ હેક થશે, તો તમારા તમામ એકાઉન્ટ જોખમમાં આવી જશે. આ સિવાય ક્યારેય પણ પાસવર્ડ ડાયરીમાં, વોલેટમાં કે મોબાઈલની નોટ્સમાં લખીને ન રાખો.

સાયબર ફ્રોડ થાય તો શું કરવું?
જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો અથવા તમારા એકાઉન્ટમાંથી અનધિકૃત રીતે પૈસા કપાઈ જાય છે, તો ગભરાવાને બદલે તાત્કાલિક પગલાં લઈ શકો છો. આ માટે ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઈમ રોકવા માટે 1930 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમે આની ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. આ માટે તમારે www.cybercrime.gov.in પર જઈને પણ ઓનલાઇન રિપોર્ટ કરવું પડશે.

ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન રાખો
તમે પણ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું જોઈએ. તમારે તમારા તમામ મહત્વના એકાઉન્ટ્સમાં ‘Two-Factor Authentication’ એક્ટિવેટ કરી લો જેથી જો કોઈ પાસે તમારો પાસવર્ડ હશે, તો પણ તે તમારા મોબાઈલ પર આવતા ઓટીપી વગર લોગ-ઈન કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!