અંબાણીના 15,000 કરોડના ‘એન્ટિલિયા’નું ફર્સ્ટ પાવર બિલ કેટલું આવ્યું હશે, ખબર છે?
દુનિયાનું સૌથી મોંઘું ઘર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું છે. મુકેશ અંબાણી ભારતના જ નહીં, પણ સમગ્ર એશિયાના ધનાઢ્ય ઉદ્યોગપતિ છે, તેથી તેમના નામ અને સંપત્તિને લઈને ચર્ચામાં રહે છે. આ અગાઉ દીકરા અનંત અંબાણીના લગ્ન હોય કે જામનગર સ્થિત વનતારા પ્રોજેક્ટને લઈ લાઈમલાઈટમાં રહે છે, ત્યારે હવે મુકેશ અંબાણીના ઘરના ઈલેક્ટ્રિક બિલ લઈને લોકોમાં જાણવાની ઉત્સુકતા જાગી છે. બંકિગહામ પેલેસ પછી દુનિયાનું બીજા નંબરનું અંબાણીનું એન્ટિલિયા બિલ્ડિંગનું નામ લેવામાં આવે છે ત્યારે બિલ્ડિંગ કોઈ રાજમહેલથી કમ નથી એની વાત કરીએ.
એન્ટિલિયામાંથી અરબ સાગરનો નજારો જોવા મળે છે
દક્ષિણ મુંબઈ સ્થિત 15,000 કરોડ રુપિયાના એન્ટિલિયા બિલ્ડિંગમાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે. 27 માળના બિલ્ડિંગમાં નીતા અંબાણી, અનંત અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, પૃથ્વી અંબાણી, વેદા અંબાણી રહે છે. હવે એ વત પણ કહેવાની જરુર નથી કે મુકેશ અંબાણીનું આ ઘર મુંબઈના સૌથી પોશ એરિયા પૈકીનું એક છે. દક્ષિણ મુંબઈમાં 4,535 વર્ગ મીટર જમીન પર આવેલું છે અને એન્ટિલિયામાંથી મુંબઈની ક્ષિતિજ અને અરબ સાગરનો નજારો જોવા મળે છે.
પાર્કિંગ, હાઈ સ્પીડ લિફ્ટ અને હેલિપેડનો સમાવેશ
એન્ટિલિયાની વિશેષતાની વાત કરીએ તો આ આલિશાન ઘરમાં જિમ, સ્પા, ખાનગી થિયેટર, બિલ્ડિંગ પર ટેરેસ ગાર્ડન, સ્વિમિંગ પુલ, એક હેલિપેડ, એક મંદિર અને આરોગ્ય સેવાનો સમાવેશ થાય છે. આ બિલ્ડિંગની કિંમત લગભગ 15,000 કરોડ રુપિયાની હશે, જ્યારે ઘરમાં નવ હાઈ સ્પીડ લિફ્ટ, જ્યારે એક માળના પાર્કિગ એરિયાn(168 Cars)ની સાથે સ્ટાફના સૂટનો સમાવેશ થાય છે. 27 માળના બિલ્ડિંગમાં ત્રણ હેલિપેડ અને 173 મીટર ઊંચાઈ ધરાવે છે, જ્યારે બિલ્ડિંગ અર્થક્વેક-પ્રુફ (8 રિક્ટર સ્કેલ) છે. એન્ટિલિયામાં કામ કરનારા સ્ટાફની આવક દોઢ લાખથી બે લાખ સુધીનો પગાર આપે છે. એન્ટિલિયામાં 600 જણનો સ્ટાફ છે.
દર મહિને 6.37 લાખ યુનિટનો વપરાશ થાય છે
2006 અને 2010ની વચ્ચે એન્ટિલિયાની ડિઝાઈન શિકાગો સ્થિત આર્કિટેક્ટ પાર્કિન્સન એન્ડ વિલે તૈયાર કર્યું હતું. એન્ટિલિયાના દરેક માળની બનાવટ અલગ છે, જ્યારે તેમાં અલગ અલગ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. અંબાણી પરિવાર એન્ટિલિયામાં શિફ્ટ થયો ત્યારે પહેલા મહિનાનો વપરાશ લગભગ 6.37 લાખ યુનિટનો થયો હતો, જ્યારે તેનું મહિનાનું બિલ 70 લાખ રુપિયા આવ્યું હતું, જ્યારે ક્યારેક તો એનાથી પણ વધુ આવે છે અને વહેલા બિલ ભરવાને કારણે હજારો રુપિયાનો ફાયદો થાય છે. અંબાણી પરિવાર પોતાના આલિશાન ઘરમાં 25 માળને છોડીને 27મા માળ પર રહે છે, તેમાંય ખાસ કરીને મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા વગેરે 27મા માળે રહે છે.