February 16, 2026
નેશનલ

વંદે ભારત મેટ્રો ટ્રેનનું ભાડું કેટલું હશે?

Spread the love

દેશમાં વંદે ભારત ટ્રેનો પછી હવે વંદે ભારત મેટ્રો ટ્રેનને લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જુલાઈ મહિનામાં ટ્રાયલ કરી શકાય છે, ત્યાર બાદ દેશના નાના શહેરમાં વંદે ભારત મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.

અગાઉ 2019માં ભારતમાં વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવી હતી. દિલ્હી અને વારાણસીની વચ્ચે સૌથી પહેલી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી હતી ત્યાર બાદ અન્ય રુટમાં દોડાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન પછી હવે ઝડપથી વંદે ભારત મેટ્રો ટ્રેન પણ દોડાવાશે. જુલાઈ મહિના દરમિયાન તેનો ટ્રાયલ સફળ રહ્યા પછી દેશના અનકે શહેરોમાં દોડાવાશે.

પ્રાથમિક યોજના અનુસાર પ્રારંભમાં પચાસ વંદે મેટ્રો ટ્રેન ચલાવાશે એના પછી તેની સંખ્યા 400ને પાર સુધી પહોંચાડવામાં આવશે. વંદે ભારત મેટ્રો ટ્રેનની સ્પીડ પણ કલાકના 100થી 250 કિલોમીટરની હશે. હવે આ વંદે ભારત મેટ્રો ટ્રેનના ભાડાં મુદ્દે લોકો જુદા જુદા તર્ક વિતર્ક લગાવી રહ્યા છે ત્યારે આજે અમે પણ તમને જણાવી દઈએ કે વંદે ભારત મેટ્રો ટ્રેનનું કેટલું ભાડું હોઈ શકે છે.

ભારતના અલગ અલગ શહેરોમાં મેટ્રો ટ્રેન સંચાલિત છે એના માફક વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. જોકે, એના માટે સ્ટેશન અને રુટ્સ કયા પ્રકારના હશે એના અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આમ છતાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે તેનું ભાડું 20 રુપિયાથી શરુ થઈને 100 રુપિયાની આસપાસ હોઈ શકે છે. વંદે ભારત મેટ્રો ટ્રેનમાં મેટ્રો કાર્ડ જેવી સિસ્ટમ હશે કે નહીં એના અંગે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી.

વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવી ત્યારે ટ્રેનનું અંદરનું રાચરચીલું, ટ્રેનની સ્પીડ અને ફેરને લઈને અનેક વખત લખવામાં આવ્યું છે, જ્યારે અમુક પથ્થરમારાનો ભોગ પણ બની હતી. આમ છતાં હવે તબક્કાવાર ટ્રેનને વિભિન્ન શહેરોમાં દોડાવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું, જે હવે અંતરિયાળ શહેરોને પણ કનેક્ટ કરવાની યોજના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!