બોલો, વ્હિસ્કીના એક પેગમાં પાણી કેટલું મિક્સ કરવું જોઈએ, રિસર્ચર શું કહે છે?
ડ્રિંક્સ પીવું એ આજના યુગમાં અડધી ફેશન અને અડધી આદત બની ગયું છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો તમારે ખાસ કરીને ડ્રિંક્સ લેવાનું કદાચ હેલ્થ માટે જરુરી રહે છે. ઠંડીની સિઝનમાં તમારા શરીરને ચેતનવંતુ રાખવા માટે ડ્રિંક્સ લેવું પડે એવી નિષ્ણાતો પણ દલીલ કરતા હોય છે. કદાચ એ વાતમાં પચાસ ટકા દમ હશે, પરંતુ એની જો આદત પડે તો એ તમારા હેલ્થ માટે એટલું જ જોખમ ઊભું કરે છે. એનાથી થોડી હટકે વાત કરીએ તો ડ્રિન્કમાં તમે જો વ્હિસ્કી પીવાના શોખીન હો તો તેમાં કેટલું પાણી મિક્સ કરવું જોઈએ એના અંગે પણ સંશોધનો થયા છે, તેમાંય વળી અમુક લોકો ડ્રિન્ક સાથે સોડા અથવા પાણી મિક્સ કરવાનું પસંદ પણ કરે છે.
આમ તો દારુ પીવાનું આરોગ્ય માટે જોખમી છે, પરંતુ જો વ્યક્તિ મહિનામાં એક-બે વખત સેવન કરે તો જોખમ ઊભું થતું નથી. આમ છતાં દારુનું સેવન કરવાની રીત પણ સાચી હોવી જોઈએ. જો તમે વ્હિસ્કી પીવાનું શોખીન હો તો તેના એક પેગમાં કેટલું પાણી મિક્સ કરવું કે નહીં તેનું ધ્યાન રાખવાનું જરુરી રહે છે. તમને એ વાત પણ જણાવી દઈએ કે 99 ટકા લોકોને ખબર હોતી નથી કે એક પેગ વ્હિસ્કીમાં કેટલું પાણી મિક્સ કરવું જોઈએ.
અમુક લોકો તો પાણીનો પૂરો ગ્લાસ ભરી દેતા હોય છે તો પછી અમુક લોકો તો વધુ પાણીનો ઉપયોગ કરે છે તો અમુક લોકો તો ફક્ત આઈસ ક્યુબનો ઉપયોગ કરે છે. સાચું શું અને કેટલો ઉપયોગ કરવો જોઈએ એના અંગે વોશિંગ્ટન સ્થિત સ્ટેટ યુનિવર્સિટી મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે મહત્ત્વની વાત જણાવી હતી. 2023માં એક સંશોધનમાં યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે વ્હિસ્કીના ટેસ્ટ અને સ્મેલ જળવાઈ રહે એ રીતે પાણી મિક્સ કરવું જોઈએ.
ફૂડ્સ જર્નલમાં તેમના સંશોધનને પ્રગટ કરવામાં આવ્યું હતું, જેમાં બર્બન, રાઈ, સિંગલ માલ્ટ, મિક્સ્ડ સ્કોચ અને આયરિશ વ્હિસ્કી સહિત 25 અલગ અલગ જાતની વ્હિસ્કીને પાણી સાથે મિક્સ કરીને સંશોધન કર્યું હતું. આ રિસર્ચમાં જણાવ્યું હતું કે 80 ટકા વ્હિસ્કીમાં 20 ટકા પાણી મિક્સ કરવાથી બેસ્ટ ટેસ્ટ મળે છે. એની સાથે વ્હિસ્કીનો ટેસ્ટ પણ બદલાતો નથી. રિસર્ચમાં એને સૌથી બેસ્ટ મિક્સ પેગ માનવામાં આવ્યો હતો.