નરેન્દ્ર મોદીનો વડા પ્રધાન (PM) તરીકે કેટલો પગાર અને શું સુવિધા મળે છે?
નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે આજે શપથ લઈ રહ્યા છે ત્યારે પાડોશી દેશના નેતાઓ ઉપસ્થિત રહેશે, જ્યારે વિકસિત દેશોની નજર પણ ભારત પર છે. ગઠબંધનની સરકાર પહેલી વખત મોદી બનાવી રહ્યા છે ત્યારે વિપક્ષ તો મોદીનાં નેતાઓને તોડવાના પ્રયાસમાં રહેશે. એનડીએના સાથી પક્ષોને સરકાર પૂરા પાંચ વર્ષ ચાલે એના માટે વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે. તમામ પાર્ટીને મલાઈ મળતી રહે અને પોતાના મત વિસ્તારનું કલ્યાણ કરતા રહે પણ મોદી કેટલું મળશે એ સવાલ થશે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે કેટલો પગાર મળતો હશે જો તમારા મનમાં સવાલ હોય તો એની ચર્ચા કરીએ.
ભારતમાં કોઈ પણ વડા પ્રધાન બન્યા પછી પણ અમુક સુવિધા આજીવન મળતી રહે છે. વડા પ્રધાન પદે બિરાજ્યા પછી પાંચ વર્ષ માટે સરકારી બંગલો, વીજળીની સુવિધા ફ્રી રહે છે. ભારતમાં વડા પ્રધાનનો વાર્ષિક પગાર 20 લાખની આસપાસ હોય છે. અત્યારે દર મહિને બે લાખનો પગાર અને એની સાથે અન્ય ભથ્થા અલગ રહે છે. આ પગારમાં બેઝિક પગાર, ડીએ અને અન્ય ભથ્થાંનો સમાવેશ થાય છે. મોદીની 3.23 કરોડની સંપતિ છે.
મિલકત સિવાયની વાત કરીએ તો વડા પ્રધાનને સ્પેશ્યલ protection ગ્રૂપ (SPG) દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સરકારી વાહનમાં અવરજવર કરવાની સુવિધા મળે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે પણ વિશેષ એર ટ્રેવલિંગ સુવિધા મળે છે. અન્ય મિલકતની વાત કરીએ તો પીએમ મોદી પાસે ન તો ઘર છે નાં તો કાર. શેર બજારમાં કોઈ રોકાણ નથી. ફક્ત નરેન્દ્ર મોદીનાં નામે LIC અને પોસ્ટ ઓફિસમાં રોકાણ છે.
વડા પ્રધાન સિવાય ભારતનાં રાષ્ટ્રપતિનું પણ મોટું પદ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો માસિક પગાર પાંચ લાખ રૂપિયા છે. આ ઉપરાંત, ટ્રેન, હવાઈ સેવા, ટેલિફોન, સુરક્ષા માટે વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઇન્ડીયન એર ફોર્સના પાઇલોટ સાથે બોઈંગ 777-300 ઇઆર સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિનો પગાર પણ મહિને ચાર લાખનો હોય છે. તો રાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. વિવિધ રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિના હસ્તક જવાબદારી છે. રાજ્યપાલની સેલરી મહિને સાડા ત્રણ લાખની હોય છે.
એના સિવાય સાંસદ તરીકે ચૂંટાયેલા MPનો પગાર પણ મહિને લાખ રૂપિયાનો હોય છે