Post Officeની કઈ સ્કીમ પર મળે છે કેટલું રિટર્ન? જાણો અહીં…
મધ્યમ વર્ગીય માણસ માટે પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ કરીને રોકાણકાર બેસ્ટ રિટર્ન મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એટલે પોસ્ટમાં કરેલું રોકાણ અન્ય જગ્યાઓ પર કરવામાં આવતા તમામ રોકાણમાંથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જો તમને પણ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને ખ્યાલ નથી આવતો કે તમારા માટે કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું ફાયદાકારક સાબિત થશે તો આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી જ કામની માહિતી લઈને આવ્યા છીએ…
પોસ્ટ ઓફિસ દ્વારા અલગ અલગ પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ ચલાવવામાં આવે છે અને આ તમામ સ્કીમની વ્યાજદર સમિક્ષા દર ત્રણ મહિને કરવામાં આવે છે. ચાલો જોઈએ નાણાકીય વર્ષ 2024-25ની બીજા ત્રિમાસિક તબક્કા (જુલાઈથી સપ્ટેમ્બર) માટેના નક્કી કરવામાં આવેલા વ્યાજદર…
પોસ્ટ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટેની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SSS)માં હાલમાં 8.2 ટકાના હિસાબે વ્યાજદર ચૂકવવામાં આવે છે. જો તમે પણ સિનિયર સિટીઝન છો અને કોઈ જગ્યાએ પોતાની મૂડી રોકવા માંગો છો તો આ સ્કીમ તમારા માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ સાબિત થઈ શકે એમ છે.
પોસ્ટ દ્વારા નાની બાળકીઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં પણ રોકાણ કરવા પર તમને 8.2 ટકાના હિસાબે વ્યાજ ચૂકવવામાં આવે છે. તમારા ઘર પરિવારમાં પણ જો નાની બાળકીઓ હોય અને તમે એમનું ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સ્કીમમાં રોકાણ કરવું ફાયદાનો સોદો સાબિત થશે.
ઉપરની બંને સ્કીમ સિવાય રોકાણ કરવા માટે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ સ્કીમમાં પણ રોકાણ કરવા પર 7.7 ટકાનું જંગી વળતર રોકાણકારને મળી શકે છે.
જો તમે થોડું દૂરનું વિચારી રહ્યા છો તો કિસાન વિકાસ પત્ર સ્કીમ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સ્કીમમાં 115 મહિના માટે કે પાંચ વર્ષ માટે પૈસા ડિપોઝિટ કરશો તો તેની સામે 7.5 ટકાનું વ્યાજ ચૂકવવામાં આવે છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મંથલી ઈનકમ સ્કીમ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પણ પોસ્ટમાં પૈસા રોકવા પર બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. બંને સ્કીમમાં અનુક્રમે તમને 7.4 ટકા અને 7.1 ટકાનું વ્યાજ દર ચૂકવવામાં આવે છે.