February 20, 2026
નેશનલ

દેશમાં ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ પડ્યો, સપ્ટેમ્બરમાં કેટલો પડશે વરસાદ?

Spread the love

દેશના મોટા ભાગના હિસ્સામં ઓગસ્ટ મહિનામાં ધમાકેદાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગના અહેવાલ અનુસાર ભારતમાં વીતેલા ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતા 15.7 ટકા વધારે વરસાદ વરસ્યો.ઓગસ્ટમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 253.9 મિલિમીટર વરસાદ પડ્યો છે, જે 2001 પછ બીજી વખત સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે આ જ અરસામાં અન્ય રાજ્યમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડ્યો હતો. ગયા વર્ષે દેશમાં ઓગસ્ટમાં 162 મિલિમીટર વરસાદ પડ્યો હતો.
1901 પછી સૌથી વધુ તાપમાન
ઓગસ્ટ મહિના દરમિયાન ભારતમાં એવરેજ મિનિમ તાપમાન 24.29 ડિગ્રી નોંધાયું હતું, જે 1901 પછી સૌથી વધારે છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની સંભાવના છે. એના અગાઉ આઈએમડીએ આગાહી કરી છે કે ઓગસ્ટમાં વરસાદ સામાન્ય સીમા (LPA-લોંગ પિરિયડ એવરેજ)ના અંદર રહેશે. આ મહિનામાં પાકની વાવણી પણ સારી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
કૂલ વરસાદ 749 મિલિમીટર વરસાદ
આઈએમડીએ જણાવ્યું છે કે દેશમાં ઓગસ્ટ મહિનામાં 287 મિલિમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 248 મિલિમીટર વરસાદ પડતો હોય છે. જૂન મહિનાથી લઈને અત્યાર સુધીમાં 749 મિલિમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 701 મિલિમીટર વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમને બાદ કરતા કેરળ અને મહારાષ્ટ્રના વિદર્ભ રિજનન સાથે પૂર્વોત્તરના અનેક રાજ્યમાં ઓછો વરસાદ પડ્યો છે.
દિલ્હીમાં પંદર વર્ષનો રેકોર્ડ તૂટ્યો
પાટનગર દિલ્હીની વાત કરીએ તો ઓગસ્ટ મહિના દરમિયાન 2010 પછી સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં ઓગસ્ટ મહિનામાં 390થી વધુ મિલિમીટર વરસાદ નોંધાયો છે, જે ઓગસ્ટ 2012માં 378 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. આઈએમડીએ જણાવ્યું છે કે પંદર વર્ષમાં દિલ્હીમાં સૌથી વધુ વરસાદ 2010માં 455.1 મિલિમીટર વરસાદ નોંધાયો હતો.
આ બાબત ચોંકાવનારી
હવામાન વિભાગ દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે કે ઓગસ્ટમાં સરેરાશ વરસાદ વધારે રહ્યો હોવા છતાં તાપમાન ઘટવું જોઈએ. આમ છતાં પરિસ્થિતિ વિપરીત રહી છે. દેશના મોટા ભાગના રાજ્યમાં ભારે વરસાદ પછી તાપમાનનું સ્તર ઘટવું જોઈએ, પરંતુ એમાં વધારો થયો છે. શિયાળા અને ચોમાસાના મિડલ સિઝનમાં જો તાપમાન વધતું રહે છે એ સમગ્ર માનવજીવન માટે ખતરાના સૂચક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!