July 1, 2025
અજબ ગજબમુંબઈ

Mumbai Airport પર એક પ્લેટ Paani-Puri કેટલામાં પડે? કિંમત જાણીને ઉડી જશે હોંશ…

Spread the love

પાણીપૂરીએ ભારતનું નેશનલ ફૂડ છે એવું કહીએ તો જરાય ખોટું કે અતિશયોક્તિ નહીં ગણાય. ગલીના નાકે 20-30 રૂપિયા પ્લેટના ભાવે મળતી આ ચટપટી અને આ ખાટી, મીઠી અને તીખી પાણીપૂરી નાના બાળકોથી લઈને 60 70 વર્ષના દાદા દાદીને પણ ખૂબ જ પ્રિય હોય છે. એટલું જ નહીં, આ પાણી પૂરીએ પોતાની લોકપ્રિયતાને કારણે જ મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલના મેન્યુમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. પણ શું તમને ખબર છે કે બહાર રસ્તા પર 20-30 રૂપિયામાં મળતી આ પાણી પૂરી દેશના સૌથી વ્યસ્ત ગણાતા Mumbai Airport પર કેટલા રૂપિયામાં મળે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
હાલમાં સોશિયલ મીડિયા પર Mumbai Airport પર વેચાતી આ પાણી પૂરીની કિંમતને લઈને એક પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટને કારણે નેટિઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે જેમાં એક વર્ગ છે કે જે પાણી પૂરીની કિંમતને ખૂલી લૂટ ગણાવી રહ્યા છે તો બીજો એક વર્ગ છે જેઓ આને એક બિઝનેસ પર્પઝથી જુએ છે અને એમને આમાં કંઈ જ ખોટું નથી દેખાતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઈરલ થયેલી એક પોસ્ટમાં એરપોર્ટ પર પાણી પૂરીની એક પ્લેટની કિંમત 333 રૂપિયા હોવાનું જણાવી હતી. આ પોસ્ટ @kaushikmkj નામની આઈડી પરથી શેર કરવામાં આવી છે. આ કિંમત ફાઈવ સ્ટાર હોટેલમાં મળતી એક પ્લેટ પાણીપૂરી કરતાં પણ વધુ હોવાને કારણે યુઝર્સ આ પોસ્ટ પર આશ્ચર્ય વ્યક્ત કરીને તેના પર અલગ અલગ કમેન્ટસ કરી રહ્યા છે.


જોકે, આટલી મોંઘી કિંમત પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. એરપોર્ટ પર સામાન્યપણે ખાદ્યપદાર્થો બહાર કરતાં મોંઘા જ હોય છે કારણ કે એના પર લગાવવામાં આવતા વિવિધ ચાર્જીસ, ટેકસ અને મેઈન્ટેનન્સ ચાર્જ વગેરે આ વસ્તુઓને વધુ મોંઘી બનાવે છે. આ સિવાય એરપોર્ટ શેર, દુકાનનું ભાડુ વગેરેનો વધારાનો બોજ પણ ગ્રાહકો પર જ નાખવામાં આવે છે.
વાઈરલ થઈ રહેલી આ પોસ્ટ પર લોકો જાત જાતની ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકો આને ઉઘાડી લૂંટ કહી રહ્યા છે તો કેટલાક લોકો આને બિઝનેસ પર્પઝથી બિલકુલ સામાન્ય ગણાવી રહ્યા છે.
જોકે આ ઘટના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે એરપોર્ટ જેવા મહત્વના અને પ્રીમિયમ કહી શકાય એવા લોકેશન પર ખાવા પીવા સહિતની તમામ વસ્તુઓની કિંમત વધી જાય છે અને એની સીધી અસર ગ્રાહક પર જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!