March 27, 2026
લાઈફ સ્ટાઈલ

રોટલી ખાવાના પણ છે નિયમો! મહિલાઓ અને પુરુષોએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

Spread the love

આપણા ભારતીય ભોજનમાં રોટલી એ મુખ્ય આહાર છે. ઘણીવાર સ્વાદિષ્ટ શાક બન્યું હોય તો આપણે ભૂખ કરતાં બે-ત્રણ રોટલી વધારે ખાઈ લેતા હોઈએ છીએ. પરંતુ, શું તમે જાણો છો કે વધારે પડતી રોટલી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે? ચાલો આજે તમને આ સ્ટોરીમાં જણાવીએ કે આખરે એક વ્યક્તિએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને વધારે રોટલીઓ ખાવાથી તેની શું શું આડઅસર જોવા મળી શકે છે એ-

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રોટલીની સંખ્યા વ્યક્તિની શારીરિક મહેનત અને તેની કેલરીની જરૂરિયાત પર આધાર રાખે છે. જોકે, એક સામાન્ય સ્વસ્થ જીવનશૈલી જીવતી મહિલાઓએ એક દિવસમાં સવારે બે અને સાંજે બે એમ કુલ ચાર રોટલી ખાવી જોઈએ. જ્યારે પુરુષોની વાત કરીએ તો પુરુષોએ એક દિવસમાં સવારે ત્રણ અને સાંજે ત્રણ એમ કુલ છ રોટલી ખાવી જોઈએ.

વધારે રોટલી ખાવાથી થતી આડઅસર
એક દિવસમાં મહિલા અને પુરુષે કેટલી રોટલી ખાવી જોઈએ એ વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે વધારે રોટલી ખાવાથી શરીર પર તેની શું આડ અસર જોવા મળે છે એની-

. પચવામાં ભારે: રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે. રાતના સમયે વધારે પડતી રોટલી ખાવાને કારણે પાચનતંત્ર પર દબાણ આવે છે અને તે મોડેથી પચે છે.
. બ્લડ શુગરનું જોખમ: ઘઉંના લોટમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં જઈને શુગરમાં કન્વર્ટ થઈ જાય છે, જેનાથી બ્લડ શુગર લેવલ વધવાની શક્યતા રહે છે.
. પ્રોટીનનું અસંતુલન: શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધવાને કારણે પ્રોટીનનું શોષણ ઘટી શકે છે, જે મસલ્સના હેલ્થ માટે બિલકુલ યોગ્ય નથી.
. પેટની સમસ્યાઓ: વધુ પડતી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટ ભારે લાગવા જેવી સમસ્યાઓ સતત સતાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!