February 18, 2026
ગુજરાતટોપ ન્યુઝમહારાષ્ટ્ર

Modi 3.0: મોદીની કેબિનેટમાં ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલા પ્રધાન?

Spread the love
કેબિનેટમાં સાત મહિલાઓને મળ્યું સ્થાન
નવી દિલ્હીઃ મોદી સરકારની ત્રીજી વખત શપથ લીધી છે. રાષ્ટ્રપતિભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કૂલ 72 સભ્યોએ પોતાના પદે શપથ લીધા. મોદી સરકારમાં સૌથી વધુ 11 પ્રધાન ઉત્તર પ્રદેશના છે. આઠ બિહારના છે, જ્યારે ગુજરાતના છ અને મહારાષ્ટ્રના પાંચ પ્રધાનનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં અમિત શાહ, જેપી નડ્ડા, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, સીઆર પાટીલ અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલ, પ્રતાપરાવ જાધવ, રામદાસ આઠવલે, રક્ષા નિખિલ ખડસે, મુરલીધર મોહોલનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાંથી સૌથી કદાવર નેતા પુરુષોત્તમ રુપાલાનું પત્તું કપાય છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી દિગ્ગજ નેતા નારાયણ રાણેને રિપિટ કરાય નથી.
મહારાષ્ટ્રમાં પુણેથી પહેલી વખત સાંસદ બનેલા મુરલીધર મોહોલે કોગ્રેસના નેતા રવિન્દ્ર ધાંગેકરને 1.23 લાખથી હરાવ્યા હતા. તેઓ પહેલા પુણેના મેયર પણ રહી ચૂક્યા છે. એના સિવાય મુંબઈમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી જીતેલા પીયૂષ ગોયલે શપથ લીધા હતા. આ અગાઉ રાજ્યસભાના સાંસદ હતા, જ્યારે આ વખતે કોંગ્રેસના ભૂષણ પાટીલને 3.57 લાખ મતથી પીયૂષ ગોયલે હરાવ્યા હતા.
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં સાત મહિલા પ્રધાનોએ શપથ લીધા, જેમાં નિર્મલા સિતારમણ,અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, અન્નાપૂર્ણા દેવી, સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણિયા અને રક્ષા ખડસેનો સમાવેશ થાય છે. મોદીની કેબિનેટમાં શિવરાજ સિંહ ચૌહાણ સહિત અન્ય નવા ચહેરાનો પણ સમાવેશ થાય છે. ચાર વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શિવરાજ સિંહ મધ્ય પ્રદેશમાં ‘મામા’ના નામથી જાણીતા છે, જ્યારે વિદિશાની બેઠક પરથી શિવરાજ સિંહ છઠ્ઠી વખત સાંસદ બન્યા છે.
ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી સિવાય રાજનાથ સિંહ, હરદીપ પુરી, જયંત ચૌધરી, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, એસપી સિંહ બઘેલ, કીર્તિવર્ધન સિંહ, બીએલ વર્મા, કમલેશ પાસવાનનો સમાવેશ થાય છે. બિહારના આઠ નેતામાં જીતનરામ માંઝી, રાજીવ રંજન સિંહ (લલન સિંહ), ગિરિરાજ સિંહ, ચિરાગ પાસવાન, રામનાથ ઠાકુર, નિત્યાનંદ, સતીશચંદ દુબે અને રામભૂણણ ચૌધરીએ શપથ લીધા હતા. રાજસ્થાનમાંથી ચાર, કર્ણાટકમાંથી પાંચ, આંધ્ર પ્રદેશ-હરિયાણા, ઓડિશામાંથી ત્રણ, આસામ-ઝારખંડ, તેલંગણામાંથી બે, અરુણાચલ અને જમ્મુ કાશ્મીર અને ગોવામાંથી એક, પશ્ચિમ બંગાળ-કેરળમાંથી બે, તમિલનાડુ, ઉત્તરાખંડ, પંજાબ અને છત્તીસગઢ અને દિલ્હીમાંથી એક નેતાને પ્રધાનપદે શપથ લીધા છે. એના સિવાય રાજ્યવાર કેબિનેટમાં મળેલી બેઠક આ પ્રમાણે છે.
રાજ્ય            કુલ બેઠક          એનડીએના સાંસદ       કેટલા પ્રધાન
ગુજરાત          26                          25                      06
મહારાષ્ટ્ર         48                          17                       05

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!