February 28, 2026
ધર્મ

Holi Skin Care: હોળીના કેમિકલયુક્ત રંગોથી ત્વચાને બચાવવી છે? અપનાવો આ સરળ ઉપાયો

Spread the love


હોળી એટલે આનંદ અને રંગોનો તહેવાર, પરંતુ ઘણી વખત બજારમાં મળતા કેમિકલયુક્ત અને પાકા રંગો તહેવારની આ મજાને સજામાં પરિવર્તિત કરી દેતાં હોય છે. હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચાલો આજે વાત કરીએ કેટલીક એવી સ્કિન કેર ટિપ્સ વિશે કે જે તમારા સેલિબ્રેશનની મજા ડબલ કરી દેશે.

આપણામાંથી અનેક લોકોને ક્યારેકને ક્યારેક અનુભવ થયો હશે કે બજારમાં મળતાં સસ્તા, કેમિકલવાળા અને પાકા રંગને કારણે સ્કિનને નુકસાન પહોંચે છે. આવા રંગોને કારણે સ્કિન પર ખંજવાળ આવવી, લાલ ચકામા અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. જો તમે પણ આ હોળી પર તમારી સ્કિન કેરને લઈને ચિંતિત છો, તો અહીં કેટલીત એવી કામની અને અસરકારક ટિપ્સ જણાવવામાં આવી છે જે તમારા કામમાં આવી શકે છે.

હોળી રમતા પહેલાં આટલું ચોક્કસ કરો…
સ્કિન પર હોળીના રંગોની સીધી અસર ઘટાડવા માટે ‘પ્રી-કેર’ ખૂબ જરૂરી છે. આ માટે તમે હોળી રમવા નીકળો એ પહેલાં આખા શરીર પર નાળિયેર તેલ, બદામ તેલ અથવા ઓલિવ ઓઈલથી માલિશ કરો. તેલ ત્વચા અને રંગ વચ્ચે એક સુરક્ષા સ્તર બનાવે છે, જેનાથી રંગ અંદર ઉતરતો નથી અને સરળતાથી નીકળી જાય છે. આ સિવાય તમે સન સ્ક્રિન પણ એપ્લાય કરી શકો છો. હોળી મોટેભાગે ખુલ્લા તડકાંમાં રમાતી હોય છે, તેથી વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવવું અનિવાર્ય છે. આ ત્વચાને ટેનિંગ અને રંગોના રિએક્શનથી બચાવશે.

સ્કિન કેરની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ હેર અને નેલ કેરની તો તમારા લાંબા અને સુંદર નેલમાંમાં રંગ ભરાઈ ન જાય તે માટે ડાર્ક નેઈલ પેઈન્ટ લગાવી લો અને કેમિકલવાળા કલર્સને કારણે હેર ડેમેજ ના થાય એટલે વાળમાં સરખું ઓઈલિંગ કરીને ચોટલો કે અંબોડો વાળી લો.

હોળી રમ્યા પછી રંગ કેવી રીતે ઉતારવો?
રંગ ઉતારવા માટે સ્કિનને જોરથી રબ કરવાને બદલે અહીં જણાવવામાં આવેલા કેટલાક નુસખાઓ પણ ટ્રાસ કરી શકો છો.
દહીં અને બેસનનો પેક: દહીંમાં થોડું બેસન અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવો. તેને ચહેરા અને હાથ-પગ પર લગાવી 10 મિનિટ સુકાવા દો અને પછી હળવા હાથે ઘસીને ધોઈ નાખો.
લીંબુ અને મધ: જો રંગ પાકો હોય તો લીંબુના રસમાં થોડું મધ મેળવીને લગાવો. લીંબુ નેચરલ બ્લીચિંગ એજન્ટ છે જે રંગને હળવો કરવામાં મદદ કરે છે.
કાકડીનો રસ: સ્કિન પર ઈરિટેશન કે પછી બળતરા થતી હોય તો કાકડીનો રસ લગાવવાથી ઠંડક મળે છે અને સ્કિન પણ એકદમ હાઇડ્રેટેડ રહે છે.

આ બાબતોનું પણ રાખો ખાસ ધ્યાન
રંગ ઉતારવા માટે ક્યારેય કેરોસીન, પેટ્રોલ કે બ્લીચનો ઉપયોગ ન કરો, તે ત્વચાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.
ગરમ પાણીને બદલે સામાન્ય નળના પાણીનો ઉપયોગ કરો, કારણ કે ગરમ પાણીથી રંગ વધુ પાકો થઈ શકે છે.
હોળી પછીના 2-3 દિવસ સુધી સ્ક્રબિંગ કે ફેશિયલ કરવાનું ટાળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!