December 20, 2025
ટોપ ન્યુઝરમત ગમત

હોકી એશિયા કપ 2025: દક્ષિણ કોરિયાને હરાવી ભારત ચેમ્પિયન, 2013નો બદલો લીધો

Spread the love


સરપંચ સાહેબની ટીમનું શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવી વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ

હોકી એશિયા કપ 2025ની ફાઈનલ બિહારના રાજગીરમાં રમાઈ, જ્યાં ફાઈનલમાં ટીમ ઈન્ડિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સુપર 4 સ્ટેજમાં બંને ટીમની વચ્ચે ડ્રો રહી હતી, ત્યારે ફાઈનલમાં ટક્કર રહેવાની અપેક્ષા હતી, પરંતુ સરપંચ સાહેબની ટીમે ફાઈનલમાં આક્રમક પ્રદર્શન કરતા ચાર-એકથી જીત અપાવી હતી. ભારતીય ટીમની જીત સાથે હવે વિશ્વ હોકી કપ 2026માં ભારતે ડાયરેક્ટ પ્રવેશ કરી લીધો છે.

ફાઈનલમાં ભારતીય ટીમ શરુઆતથી શાનદાર આરંભ કર્યો હતો, જેમાં પહેલી મિનિટની 29મી સેકન્ડમાં સુખજીત સિંહે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહની મદદથી સુખજીતે એક મિનિટમાં ગોલ કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં રમત પૂરી થઈ ત્યારે ભારતની 1-0થી આગળ રહ્યું હતું. બીજા ક્વાર્ટર શરુ થતા ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે જુગરાજ સિંહ ગ્રીન કાર્ડને કારણે પાંચ મિનિટમાં બહાર જવાની નોબત આવી હતી. 28મી મિનિટમાં ભારતીય ટીમે બીજો ગોલ કર્યો હતો. દિલજીત સિંહે કમાલનું પ્રદર્શન કરતા ગોલ કરીને 2-0થી આગળ કરી હતી, પરંતુ બીજી જ મિનિટે રેફરીએ સંજયને પણ ગ્રીન કાર્ડ આપ્યું હતું.


ત્રીજા ક્વાર્ટરની રમત શરુ થયા પછી દક્ષિણ કોરિયાની ટીમ આક્રમક જોવા મળી હતી, પરંતુ ભારતીય ટીમે વિવેક સાગર અને જર્મનપ્રીતે શાનદાર ડિફેન્સ કર્યું હતું, જેને કારણે 44મી મિનિટમાં દિલપ્રીત સિંહે પોતાના બીજો અને ટીમવતીથી ત્રીજો ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે (અમિત રોહિદાસ) ચોથો ગોલ કર્યો હતો, પરંતુ પચાસમી મિનિટમાં કોરિયાના ડેને ગોલ કર્યો હતો. પરિણામે સ્કોરલાઈન 4-1 થયું હતું. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ કોરિયાને હરાવીને 2013નો બદલો લીધો હતો. 2013માં કોરિયાએ ભારતને ફાઈનલમાં હરાવીને ચેમ્પિયન બનતા રોક્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!