યુદ્ધના ભણકારા વચ્ચે ઉર્જાની એ કહાની, જેણે 100 વર્ષ પહેલા રસોઈ બનાવવાની રીત બદલી નાખી
શું તમે જાણો છો કે આજે જે એલપીજી ગેસ વગર આપણું રસોડું અધૂરું છે, તેની શોધ કોઈ ગંભીર પ્રયોગશાળામાં નહીં પણ એક ‘અકસ્માત’ અથવા અચાનક થયેલી ઘટનાના પરિણામે થઈ હતી? ચોંકી ઉઠ્યા ને? સાંભળવામાં ભલે વિચિત્ર લાગતી હોય પણ આ હકીકત છે. એલપીજીનો ઈતિહાસ પેટ્રોલિયમ અને વિજ્ઞાનના અદભૂત શોધની સ્ટોરી ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે, જેના વિશે આજે આપણે આ સ્ટોરીમાં વિસ્તારથી વાત કરીશું.
વાત કરીએ એલપીજી ગેસ કઈ રીતે ઉદ્ભવ્યો એની તો 1900ના દાયકાની શરૂઆતમાં, જ્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગ પાંખ ફેલાવી રહ્યો હતો, ત્યારે વૈજ્ઞાનિકો જોતા હતા કે પેટ્રોલ સ્ટોર કરતી વખતે તેમાંથી કેટલીક વરાળ (Vapor) ઉડી જતી હતી. 1910માં અમેરિકન વૈજ્ઞાનિક ડો. વોલ્ટર સ્નેલિંગ (Dr. Walter Snelling) પાસે એક વ્યક્તિ પોતાની કારની પેટ્રોલની ટાંકી લઈને આવ્યો. તેની ફરિયાદ હતી કે તે જેટલું પેટ્રોલ ભરાવે છે, તેમાંથી અડધું પેટ્રોલ તો ઉડી જાય છે.
જ્યારે ડો. સ્નેલિંગે આ બાબતે સંશોધન કર્યું, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે પેટ્રોલિયમમાં એવા ગેસ રહેલાં છે કે જે નોર્મલ ટેમ્પરેચર પર આવતાં જ લિક્વિડમાંથી ગેસમાં પરિવર્તિત થઈ જાય છે. આ એક્સિડેન્ટલ ઈન્ફોર્મેશન મળ્યા બાદ તેમણે આ ગેસને અલગ કરવાની અને તેને લિક્વિડ સ્વરૂપે સિલિન્ડરમાં ભરવાની પદ્ધતિ શોધી કાઢી હતી અને આમ, ગેસોલિનના નકામા જતાં ભાગમાંથી ‘રસોઈ ગેસ’ એટલે કે આપણા એલપીજી ગેસનો જન્મ થયો હતો.
વાત કરીએ વર્તમાન પરિસ્થિતિની તો અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ જેવી સ્થિતિમાં એલપીજી અને પેટ્રોલિયમ ઉત્પાદનોનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધતા તેની સીધી અસર ગેસ સિલિન્ડરના ભાવ પર પણ પડે છે, કારણ કે આજે પણ દુનિયા ઉર્જા માટે આ કુદરતી સ્ત્રોતો પર આધાર રાખે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
