10 દિવસમાં અમેરિકામાં બીજી વખત મંદિર પર હુમલો, સાંસદોએ ઘટનાની વખોડી
અમેરિકાના કેલિફોર્નિયાના હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. આ અગાઉ ન્યૂ યોર્કના સ્વામી નારાયણ મંદિરમાં ઘટના ઘટી હતી. હિંદુ મંદિર પર થઈ રહેલા એટેકથી હિંદુમીસિયામાં વધારો થઈ રહ્યો છે. હિંદુમીસિયા અંગ્રેજી અર્થે છે, જેનો ઉપયોગ હિંદુઓને નફરત થાય છે અને હિંદુફોબિયા પણ કહેવામાં આવે છે. વધતા હુમલાઓને અમેરિકન સાંસદોએ વખોડી નાખી હતી.
કેલિફોર્નિયાના સેક્રામેન્ટોના મંદિર પર હુમલો
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે, જે 10 દિવસમાં બીજી વખત એટેક કરવામાં આવ્યો છે. આ અગાઉ સ્વામી નારાયણ મંદિરમાં હિંદુ વિરોધી નારા લખવામાં આવ્યા હતા. અસામાજિક તત્ત્વોએ હિંદુઓ પાછા જાઓ લખ્યું હતું. હવે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની છે, જે યુએસમાં ધીમે ધીમે અસામાજિક તત્વો દ્વારા હિંદુ વિરોધી ગતિવિધિ વધી રહી હોવાનું જણાવાયું હતું. હિંદુમીસિયાનું પ્રમાણ વધી રહ્યું છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટોના સ્વામી નારાયણ મંદિરમાં હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં હિંદુઓ પાછા જાઓના નારા લખવામાં આવ્યા હતા. અમે નફરત વિરુદ્ધ છીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
મંદિરમાં તોડફોડ સાથે ભારત વિરોધી નારા લખ્યા
મંદિરવતીથી જણાવવામાં આવ્યું છે કે ફક્ત મંદિર પર હુમલો કરવામાં આવ્યો નથી, પરંતુ ઉપદ્રવીઓએ પાઈપલાઈન કાપી હતી. તોડફોડ કરવામાં આવ્યા પછી મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા પહોંચ્યા હતા, જ્યારે સ્થાનિક અધિકારીઓની સાથે કેલિફોર્નિયાની સ્ટેટ એસેમ્બલીના સભ્ય સ્ટેફન ગુયેન પણ સામેલ હતા. અહીં એ જણાવવાનું કે 16મી સપ્ટેમ્બરના ન્યૂયોર્ક સ્થિત એક મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંદિરને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી તેમ જ ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા, જેમાં ખાલિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યો છે.
નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી
દરમિયાન ન્યૂ યોર્કના મંદિરમાં તો પીએમ નરેન્દ્ર મોદી માટે પણ વિવાદાસ્પદ ટિપ્પણી લખવામાં આવી હતી. ન્યૂ યોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલ જનરલે પણ આ ઘટનાની ટીકા કરી હતી. અમેરિકન કોંગ્રેસના અનેક નેતાઓએ પણ આ ઘટનાને વખોડી નાખી હતી. અમેરિકામાં આ પ્રકારના હુમલા ચિંતાની સાથે શરમજનક વાત છે. સ્વામીનારાયણ મંદિરે પણ જણાવ્યું હતું કે દેશમાં હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
