March 18, 2026
ધર્મ

હિંદુ નવું વર્ષ અને નવરાત્રી પ્રારંભ: આજના દિવસે આટલું અચૂક કરજો સુખસમૃદ્ધિમાં થશે વધારો

Spread the love


જાણો નવા વર્ષના પહેલા દિવસે કયા શુભ કાર્યો કરવાથી આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહેશે.

ચૈત્ર શુક્લ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રીની શરુઆત થાય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ તિથિથી હિંદુ નવા વર્ષનો પણ શુભારંભ થાય છે, જેને નવા સંવત્સર પણ કહેવાય છે. આ વર્ષે હિંદુ નવા વર્ષની શરુઆત 19 માર્ચથી થાય છે અને વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે. એનું નામ રૌદ્ર સંવત્સર હશે, જે રાજા દેવગુરુ ગુરુવાર થશે. જ્યોતિષ શાસ્ત્રોનું કહેવું છે કે જો હિંદુ નવા વર્ષના શુભારંભમાં ખાસ કરીને કંઈક અલગ કરવાથી આખું વર્ષ સારું પસાર થાય છે. એવું શું કરશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ચાલો જાણીએ.

ઘરની સફાઈઃ હિંદુ નવા વર્ષના પહેલા દિવસે વહેલા ઊઠીને ઘરની સાફસફાઈ કરવી જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, કારણ ભગવાન સ્વચ્છ સ્થળે અચૂક આવે છે. નવા વર્ષના દિવસે તમારા ઘરના દરવાજાની બહાર રંગોળી બનાવો અને દીપક પ્રગટાવો, જેથી તમારા ઘરમાં સકારાત્મક વધે છે અને પરિણામ પણ સારું આવે છે.

પૂજાપાઠઃ નવા વર્ષના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠો અને પોતાના ઈષ્ટ દેવની પૂજાપાઠ કરીને સ્મરણ કરો. એના પછી સ્નાન કરો અને સાફસફાઈવાળા કપડાં પહેરો. એના પછી મંદિર જઈને પણ દીવો કરી શકો. ભગવાનને ફળ, ફૂલ ચઢાવો અને મિઠાઈનો ભોગ ધરાવો. આ દિવસે નવરાત્રીનો પ્રારંભ થાય છે, તેથી આજે પૂજાપાઠ કરવાથી પણ સારું ફળ મળે છે.
મંત્રોનો જાપ પણ કરી શકો છો. ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકો છો. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમારા મનને શાંતિ મળે છે, જ્યારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી રોગદોષ બીમારીઓ દૂર થાય છે.

આજના દિવસે તમે કોઈ નવું કામ કરવાનો પણ સંકલ્પ લઈ શકો છો. આજના દિવસે લીધેલો સંકલ્પ સફળતાની સંભાવના પણ સફળ બનાવે છે. નવા વર્ષના દિવસે સંકલ્પ લેવાનું પણ સારું માનવામાં આવે છે. સંકલ્પ સિવાય તમે આજના દિવસે ગરીબ-જરુરિયાતમંદ લોકોને દાન આપી શકો છો, જેનાથી તમને પુણ્ય પણ મળી શકે છે. આજના દિવસે તમે દાળ, હળદર, કેળા પીળા કપડા, ગોળ, કેસર સહિત કાંસાના વાસણનો પણ દાન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!