Hindenburg Report: હિંડનબર્ગ રિસર્ચે સેબીનાં ચેરમન અને તેમના પતિ પર હવે લગાવ્યા ગંભીર આરોપ
અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે પોતાના નવા રિપોર્ટમાં આરોપ મૂક્યો છે કે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)નાં પ્રમુખ માબબી પુરી બુચ અને પતિ ધવલ બુચના નામે કથિત અદાણી કૌભાંડમાં સંડોવાયેલા છે. હિંડનબર્ગના રિપોર્ટ અનુસાર આ બંનેનું અસ્પષ્ટ ઓફશોર ફંડમાં રોકાણ હતું. આ અંગે સેબીએ કોઈ તાત્કાલિક ટિપ્પણી કરી નથી. હિંડનબર્ગે દાવો કર્યો છે કે જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં થયો, તેમાં સેબીના પ્રમુખ માધબી પુરી બુચની ભાગીદારી હતી.
અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગે પોતાના એક નવો રિપોર્ટમાં આરોપ મૂક્યો છે કે સેબીના પ્રમુખ માધબી પુરી બુચ અને ધવલ બુચનું નામ કથિત અદાણી કૌભાંડમાં જોડાયેલું છે. હિંડનબર્ગના રિપોર્ટ અનુસાર બંનેની અસ્પષ્ટ રીતે ઓફશોર ફંડમાં ભાગીદારી હતી.
18 મહિનામાં સેબીની કોઈ કાર્યવાહી નહીં
હિંડનબર્ગ રિસર્ચ અનુસાર અદાણી ગ્રુપ પર લગભગ અઢાર મહિના થયા છે. આ રિપોર્ટમાં મોટી સંખ્યામાં પુરાવા આપવામાં આવ્યા હતા, જે ભારતીય કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ માનવામાં આવ્યું હતું. ત્યારથી પુરાવા આપ્યા પછી પણ સ્ટોક એક્સચેન્જ સંબંધિત નિયામક સેબી દ્વારા અદાણી ગ્રુપ સામે કાર્યવાહી કરી નથી.
ચોર ઊલટા કોટવાલ કો દાંટે
સેબીને ફરિયાદ કર્યા પછી હિંડનબર્ગને ઉપરથી 27 જૂન, 2024ના કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. 106 પેજના એનાલિસિસવાળા રિપોર્ટમાં ક્યાંય કશુ અજુગતું લાગ્યું નહીં, પરંતુ અમારી શોર્ટ પોઝિશન અંગે ખુલાસો કરવાનો સવાલ કર્યો હતો. એના અંગે વારંવાર ખુલાસો કર્યો હતો, પરંતુ એ પર્યાપ્ત નહોતો એવો હિંડનબર્ગે દાવો કર્યો છે.
હિંડનબર્ગે કર્યો ચોંકાવનારો દાવો
હિંડનબર્ગ રિસર્ચે પોતાના આરોપોમાં જણાવ્યું છે કે એપ્રિલ 2017થી લઈને માર્ચ 2022 દરમિયાન માધબી પુરી બુચ સેબીના હોલટાઈમ મેમ્બર હોવાની સાથે ચેરપર્સન હતા. સિંગાપોરમાં તેમના અગોરા પાર્ટનર્સ નામથી કન્સલ્ટિંગ ફર્મમાં 100 ટકા સ્ટેક હતો. 16 માર્ચ 2022ના સેબીના ચેરપર્સનની નિમણૂક કર્યાના બે અઠવાડિયા પૂર્વે તેમની કંપનીમાં પોતાના શેર્સ પોતાના પતિ ધવલ બુચના નામે ટ્રાન્સફર કર્યા હતા.
અગાઉ પણ અદાણી ગ્રુપ પર આરોપો મૂક્યા હતા
ગયા વર્ષે કંપનીએ પોતાના એક રિપોર્ટ મારફત અદાણી ગ્રુપ પર આરોપ મૂકીને વિસ્ફોટ કર્યો હતો. જાન્યુઆરી, 2023માં હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર નિશાન સાધીને એક રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ રજૂ થયા પછી અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ધોવાણ થયું હતું. આ રિપોર્ટ પછી ગૌતમ અદાણી દુનિયાના બીજા નંબરના અબજપતિમાંથી સીધા 36મા ક્રમે પહોંચ્યા હતા. અહીં એ જણાવવાનું કે અમેરિકન હિંડનબર્ગ રિસર્ચ કંપનીની સ્થાપના 2017માં નાથન એન્ડરસને કરી હતી. કંપનીનું કામ ઈક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સનું વિશ્લેષણ કરવાનું છે.
આ પણ વાંચો
આગામી સપ્તાહે માર્કેટમાં નવાજૂની થવાના એંધાણ, ફરી હિંડનબર્ગે કરી મોટી આગાહી…