ભારતમાં હાલ કઈ પાંચ ટ્રેન સૌથી વધુ ઝડપી છે અને કયા રૂટ પર દોડે છે?

ભારતમાં અત્યારે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવા માટે રેલવે કમર કસી રહ્યું છે, પરંતુ દેશમાં હાલની હાઈ સ્પીડ ટ્રેન કઈ છે. દેશમાં હાલ સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસનું નામ લેવાય છે, જે કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવાય છે. પાટનગર દિલ્હીમાં વારાણસી-નવી દિલ્હી વંદે ભારત પ્રયાગરાજ સુધી 130 કિલોમીટરની ઝડપથી દોડાવાય છે, જ્યારે પ્રયાગરાજથી વારાણસી સુધી 110 કિલોમીટરની સ્પીડથી દોડાવાય છે, તેથી દેશના અનેક રાજ્યમો પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાથી રેલવે ધાર્યા પ્રમાણે ટ્રેનોને હાઈ સ્પીડ રફતારથી દોડાવી શકતું નથી, જાણીએ વિગતવાર.
ભારતીય રેલવે અત્યારે દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ટ્રેનની સ્પીડ પર પણ વિશેષ ફોક્સ કરે છે, જ્યારે ટ્રેનની અગાઉ સ્પીડની તુલનામાં પણ ફેરફાર થયો છે. વંદે ભારત એક્સપ્રેસની સ્પીડની વાત કરીએ તો સેમી હાઈ સ્પીડે દેશની ટ્રેનોની એવરેજ સ્પીડમાં વધારો કર્યો છે, જેનાથી પ્રવાસીઓને મુસાફરી કરવામાં પણ ફાયદો થયો છે.
ભારતીય રેલવેએ 2019માં વંદે ભારત એક્સપ્રેસની શરુઆત કરી હતી, જેનાથી ઈન્ડિયન રેલવેમાં નવો અધ્યાય શરુ કર્યો છે. ચેન્નઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા નિર્મિત સેમી હાઈ ટ્રેન ફક્ત પ્રવાસીઓનો સમય જ બચાવતી નથી, પરંતુ ઈન્ટરસિટી કનેક્ટિવિટીને પણ નવા શિખરોએ પહોંચાડી છે. આજે દેશમાં કૂલ 150 વંદે ભારત એક્સપ્રેસ (75 અપ એન્ડ 75 ડાઉન) ટ્રેન દોડાવવામાં આવે છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં કલાકના 130 કિલોમીટરની સ્પીડથી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવે છે.
વંદે ભારત ટ્રેનની સ્પીડ એવરેજ કલાકના 180 કિલોમીટર માટે તૈયાર કરી છે, જ્યારે તેની મેક્સિમમ સ્પીડ પણ કલાકના 160 કિલોમીટરની નિયત છે. જોકે, વાસ્તવિક સ્પીડનો મદાર ખાસ કરીને ટ્રેકની ગુણવત્તા, સ્ટોપેજ અને ટ્રેનના મેઈન્ટેનન્સ પર નિર્ભર રહે છે. હાલના તબક્કે દેશમાં હાઈ સ્પીડ કહો કે સેમી હાઈ સ્પીડની દિશામાં પાંચ ટ્રેનમાં વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે, જેમાં પહેલા નંબરે મહારાષ્ટ્રમાંથી બિલાસપુર-નાગપુર-બિલાસપુર (20825-26), મુંબઈ-અમદાવાદ (22962-61), હાવડા ગયા હાવડા (22304-303) અને નાગપુર-સિકંદરાબાદ-નાગપુરનો સમાવેશ થાય છે.
