ઈઝરાયલે હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાને માર્યો હોવાનો દાવો…
બૈરુતઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ઘર્ષણ સાથે લેબિનોન સાથે યુદ્ધના અહેવાલો વચ્ચે આજે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. હુમલામાં હિઝબુલ્લાના પ્રમુખ હસન નસરલ્લા અને હિઝબુલ્લાના દક્ષિણ મોરચાના પ્રમુખ અલી કારાકી કઈ અને અન્ય કમાન્ડરને માર્યા નાખ્યા છે. ઈઝરાયલી આર્મીએ જણાવ્યું છે કે બૈરુતના દક્ષિણ ઉપનગરમાં હિઝબુલ્લાના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે રહેવાસી ઈમારતોની નીચે અંડરગ્રાઉન્ડમાં હતું.
Hassan Nasrallah will no longer be able to terrorize the world.
— Israel Defense Forces (@IDF) September 28, 2024
આર્મીએ એક્સ પર આપી જાણકારી
ઈઝરાયલ અને હિઝબુલ્લાના સંઘર્ષ વચ્ચે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે કે હિઝબુલ્લાહનો પ્રમુખ હસન નસરલ્લા માર્યો ગયો છે. ઈઝરાયલની આર્મીએ એ વાતને સમર્થન આપતા આર્મીએ આઈડીએફના સોશિયલ મીડિયાના મંચ એક્સ પર લખ્યું હતું હસન નસરલ્લા હવે દુનિયામાં ક્યારેય આતંક ફેલાવી નહીં શકે. આ હુમલાની વચ્ચે ઈઝરાયલના વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ પોતાની અમેરિકાની વિઝિટ છોડીને ઈઝરાયલ માટે રવાના થયા છે.
કોણ હતો સૈય્યદ હસન નસરલ્લા?
સૈય્યદ હસન નસરલ્લાનો જન્મ 1960માં બૈરુતના એક શિયા પરિવારમાં થયો હતો. બાળપણથી ધાર્મિક હતો, ત્યાર બાદ 1975માં લેબિનોનના ગૃહયુદ્ધથી પ્રભાવિત થયા હતા. પંદર વર્ષની ઉંમરે અમલ સંગઠનમાં સામેલ થયો હતો. 1982માં લેબિનોન-ઈઝરાયલના સંઘર્ષ પછી હિઝબુલ્લામાં સામેલ થયા હતા. હિઝબુલ્લાનું ગઠન ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતું તથા આ સંગઠનને ઈરાનને સમર્થન આપ્યું હતું. 1992માં ઈઝરાયલે હિઝબુલ્લાના નેતા સૈય્યદ અબ્બાસ મુસાવીની હત્યા કર્યા પછી નસરલ્લાએ સુકાન સંભાળ્યું હતું. ત્રણ દાયકાથી લેબિનોનની આર્મીનું નેતૃત્વ કરતો હતો, જે દક્ષિણ એશિયાના સૌથી શક્તિશાળી અર્ધસૈનિક જૂથમાંથી એક હતું.
નસરલ્લાની સાથે દીકરી જેનબનું મોત
શુક્રવારે લેબિનોનની રાજધાની બૈરુતના અનેક જગ્યાઓએ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાહના અનેક જગ્યાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં હિઝબુલ્લાના ચીફ કમાન્ડરનું મોત થયું છે. આ અગાઉના હુમલામાં હિઝબુલ્લાના મિસાઈલ યુનિટના ચીફ મોહમ્મદ અલી ઈસ્માઈલ અને ડેપ્યુટી ચીફ હુસૈન અહમદ ઈસ્માઈલના મોત થયા હતા. હવે હસન નસરલ્લાની દીકરી જૈનબ નસરલલ્લાનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સિરિયામાં હમાસના ચીફ કમાન્ડરનું મોત
ઈઝરાયલ એક બાજુ ગાઝામાં હમાસની સામે યુદ્ધ કરી રહી છે તો બીજી બાજુ ઈઝરાયલની આર્મી લેબિનોન સામે પણ મોરચો ખોલ્યો છે. એનાથી વિપરીત હિઝબુલ્લાના ચીફ નસરલ્લાના માર્યો છે. આ ઉપરાંત, સિરિયામાં પણ હમાસના એક ચીફને માર્યો હતો. સિરિયામાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા જનારા ચીફ કમાન્ડરની ઓળખ અહમદ મોહમ્મદ ફહદ તરીકે કરવામાં આવી હતી, જે ઈઝરાયલની ગોલન હાઈટ્સ પર કરેલા હુમલા માટે જવાબદાર હતો.
આ દેશોએ હિઝબુલ્લાહની જાહેર કર્યું આતંકવાદી સંગઠન
નસરલ્લાએ બાળપણથી ઈઝરાયલનો વિરોધ કર્યો હતો અને એને કારણે લોકપ્રિયતામાં વધારો થયો હતો. 2021માં નસરલ્લાએ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાની પાસે એક લાખ સૈનિકો છે, જે વૈશ્વિકસ્તરે સૌથી ઘાતક સંગઠન માનવામાં આવે છે. હિઝબુલ્લા પર અમેરિકા, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત અન્ય ખાડી દેશો અને મોટા ભાગ આરબ રાષ્ટ્રોએ પણ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.