મહારાષ્ટ્રમાં ફરી હેલિકોપ્ટર ક્રેશ: એનસીપીના નેતા સાથે શું કનેક્શન?
પુણેઃ મહારાષ્ટ્રમાં ફરી એક વાર હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના ઘટી છે. આ અકસ્માત વહેલી સવારે થયો હતો, જેમાં હેલિકોપ્ટરમાં સવાર પ્રવાસીના મોત થયા છે, જ્યારે ઘટનાની જાણ થયા પછી પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ છતાં મહારાષ્ટ્રમાં ત્રણ મહિનામાં બીજો અકસ્માત થયો છે, જ્યારે એનાથી ચોંકાવનારી વાત એ છે અજિત પવાર જૂથના સાંસદ આ હેલિકોપ્ટરમાં પ્રવાસ કર્યા પૂર્વે અકસ્માત થવાની વાતને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
તટકરે મુંબઈથી પુણે કરવાના હતા પ્રવાસ
એવું કહેવાય છે કે હેલિકોપ્ટરમાં એનસીપી (અજિત પવાર) જૂથના સાંસદ સુનીલ તટકરે મુસાફરી કરવાના હતા. એના પૂર્વે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં એનસીપીના સાંસદ સુનીલ તટકરે પુણેથી મુંબઈ લઈ જવાનું હતું. હેલિકોપ્ટર મુંબઈ આવ્યું હોત તો એના મારફત મુંબઈથી પુણે આવવાના હતા, પરંતુ પુણેથી ઉડાન ભરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
વિઝિબિલિટી ઝાંખી હોવાથી અકસ્માત
પુણે જિલ્લાના બાવધાન વિસ્તારમાં ધુમ્મસ વધારે હોવાને કારણે વિઝિબિલિટી ઝાંખી થઈ હોવાથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ તારણ કાઢવામાં આવ્યું છે. અકસ્માત વખતે હેલિકોપ્ટરમાં આગ લાગ્યા પછી ધુમાડો ફેલાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરને નુકસાન પહોંચ્યું હતું. ઘટના પછી એમ્બ્યુલન્સ અને ચાર ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.
પાઈલટ અને એન્જિનિયરનું અકસ્માતમાં મોત
આ અકસ્માત સવારના 6.45 વાગ્યાન સુમારે બાવધનના પહાડી વિસ્તારમાં થયો હતો. હેલિકોપ્ટરે સવારે ઓક્સફર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઉડાન ભરી હતી અને એની 10 મિનિટ પછી હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો. હેલિકોપ્ટરમાં બે પાયલટ, એક એન્જિનિયરનું મોત થયું છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે આ બનાવની પીડિતના પરિવારને જાણ કરવામાં આવી છે. ત્રણેય લોકો હેલિકોપ્ટરના કાટમાળ પાસેથી મળી આવ્યા હતા.
ઓગસ્ટ મહિનામાં થયું હતું હેલિકોપ્ટર ક્રેશ
પ્રાથમિક દૃષ્ટિએ ખરાબ હવામાન અને વિઝિબિલિટી ઝાંખી હોવાને કારણે અકસ્માત થયો હોઈ શકે છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી એ વાતની જાણ થઈ નથી કે હેલિકોપ્ટરમાં આગ કઈ રીતે લાગી. આ અગાઉ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મુંબઈના જૂહુથી હૈદરાબાદ જનારા હેલિકોપ્ટરને પુણે નજીક અકસ્માત નડ્યો હતો. ઓગસ્ટ મહિનામાં પુણેમાં થયેલા અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હતા. એડબલ્યુ 139 હેલિકોપ્ટરમાં ચાર પ્રવાસી હતા તથા કેપ્ટનની ઓળખ આનંદ તરીકે કરવામાં આવી હતી.