મુંબઈથી હૈદરાબાદ જનારા હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત, વીડિયો વાઈરલ
પુણેઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વાતાવરણમાં પલટા વચ્ચે ભારે વરસાદને કારણે મુંબઈના જીવજીવન પર અસર પડી છે. એની વચ્ચે પુણેમાં મોટો અકસ્માત સર્જોયો છે, મુંબઈથી હૈદરાબાદ જનારું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં ચાર પ્રવાસી હતા. જિલ્લામાં હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો.
જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. અકસ્માત નડ્યો એ હેલિકોપ્ટર ગ્લોબલ એવિયેશન કંપનીનું હતું. પાઈલટ સિવાય અન્ય ત્રણ પ્રવાસી હેલિકોપ્ટરમાં સવાર હતા, જેમાંથી બે જણને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Pune Helicopter Crash pic.twitter.com/meyx3CWw0P
— Devansh Shankhdhar (@Devanshshankh13) August 24, 2024
આ અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને જાણ કરી હતી. ત્યારબાદ બચાવ કામગીરી તુરંત હાથ ધરવામાં આવી હતી. તમામ ઘાયલની હાલત સ્થિર છે. પોલીસે આ અકસ્માત અંગે કહ્યું હતું કે આ પ્રાઈવેટ હેલિકોપ્ટર છે, જે મુંબઈથી હૈદરાબાદ જતું હતું ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો. ખરાબ હવામાનને કારણે અકસ્માત થયો હતો, જેમાં કેપ્ટનનું નિવેદન લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
હેલિકોપ્ટર ક્રેશ થયું એ વખતનો વીડિયો પણ કેપ્ટર કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. સ્થાનિક લોકોને અકસ્માત થતા હેલિકોપ્ટરને જોયું હતું. વીડિયોમાં નિયંત્રણ ગુમાવ્યા પછી હેલિકોપ્ટર ચક્કર મારતું હતું, ત્યારબાદ જમીન પર પટકાયું હતું. બીજા એક વીડિયોમાં કચ્ચરઘાણ વળી ગયેલું હેલિકોપ્ટર પણ જોવા મળે છે.
આ અકસ્માત પુણેના પૌંડી વિસ્તારમાં થયો હતો. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો નંબર એડબલ્યુ 139 છે, જ્યારે હેલિકોપ્ટરમાં કેપ્ટન એસપી રામ હાજર હતા. અકસ્માત પી કેપ્ટન આનંદને લોકોની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બપોરના સમયે હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ માટે જુહુથી ઉડાન ભરી હતી, પણ અચાનક પુણેમાં અકસ્માતને કારણે ક્રેશ થયું હતું. આ અગાઉ નેપાળમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા હતા.