December 20, 2025
મહારાષ્ટ્રમુંબઈ

Lok Sabha Elections -2024 Result: આજે વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર ભારે વાહનોને No Entry…

Spread the love

મુંબઈ: આજે એટલે ચોથી જૂનના લોકસભાની ચૂંટણી-2024 (Lok Sabha Elections-2024 Result)નું પરિણામ જાહેર થશે અને આ માટે મતગણતરી થવા જઈ રહી છે. દેશભરના નાગરિકોની નજર આજે આવનારા પરિણામો પર ટકી રહી છે કે આખરે દેશમાં કોની સરકાર બનવા જઈ રહી છે.
દેશભરના વિવિધ મતદાર સંઘમાં મત ગણતરીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને આ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકારીને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈને જ વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે (Western Express Highway) પર ટ્રાફિક પોલીસ દ્વારા આજે અમુક કલાકો માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર ગોરેગાંવ ઈસ્ટ ખાતે આવેલી પશુવૈદ્યકીય મહાવિદ્યાલય અને નેસ્કો એકઝિબિશન સેન્ટર ખાતે ઊભા કરવામાં આવેલા મતગણતરી કેન્દ્રને કારણે મુંબઈ પોલીસ દ્વારા આજે ચોથી જૂનના દિવસે જોગેશ્વરીથી દહિંસર ચેકનાકા નજીક શંકરવાડી રોડ પર ખાનગી બસ અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સવારે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી રહેશે. જ્યારે વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવેના મુખ્ય ભાગ પર વાહનવ્યવહાર એકદમ નિયમિત રહેશે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજે મતગણતરીના સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ન ઉભો થાય એ માટે મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ બાબતે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે.


દરમિયાન, દૂધ, શાકભાજી, બેકરી પ્રોડક્ટ્સ, પીવાનું પાણી લઈ જતા ટેન્કર, ઓઇલ- પેટ્રોલ લઈ જતા વાહન, સ્કૂલ બસ તેમ જ એમ્બ્યુલન્સ જેવી અત્યાવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે. આ વાહનો આ સમયગાળામાં પણ નિર્ધારિત રૂટ પર પ્રવાસ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!