February 13, 2026
ટોપ ન્યુઝ

મુંબઈ, થાણેમાં ભારે વરસાદ: પાલિકા-પોલીસે નાગરિકો માટે બહાર પાડી એડવાઈઝરી

Spread the love

મુંબઈઃ હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, પાલઘરમાં આગાહી પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. નદી અને જળાશયોમાં નવા પાણીની આવકને કારણે પાલિકા પ્રશાસન દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યા છે. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં વ્યવસ્થિત પાણીનો સ્ટોક જમા થયો છે. જોકે રવિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. મુંબઈ અને થાણેમાં ભારે વરસાદને કારણે રોડ અને રેલ વ્યવહારને પણ અસર થઈ છે.
મુંબઈ અને થાણેમાં નિરંતર વરસાદને કારણે વાતાવરણ પલટો આવ્યો છે. ગરમીનું પ્રમાણ એકંદરે ઘટ્યું છે, જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે ઝાપટા પડવાને કારણે એકંદરે જનજીવન પર અસર પડી રહી છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ પર વાહનોની સ્પીડમાં ઘટાડાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે. વરસાદી પાણીના ભરાવાને કારણે લોકોના ઘરમાં લીકેજ અને સીપેજની સમસ્યા વકરી હોવાની પણ ફરિયાદ કરી હતી.
મુંબઈ પાલિકા પ્રશાસન દ્વારા પણ લોકોને બિનજરુરી ઘરની બહાર નહીં નીકળવાનો નાગરિકોને અનુરોધ કર્યો છે. મુંબઈ પોલીસ દ્વારા પણ નાગરિકોને તાકીદ કરવામાં આવી છે કે ઘરની બહાર નીકળવાનું ટાળે. સિનિયર સિટિઝન અને સ્કૂલના વિદ્યાર્થિઓને પણ બિનજરુરી બહાર નહીં નીકળવાનો અનુરોધ કર્યો છે. ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર સરકારે પણ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમને તહેનાત કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે એનડીઆરએફની વિવિધ ટીમને વસઈ (પાલઘર), થાણે, ઘાટકોપર, પવઈ (કુર્લા), મહાડ (રાયગઢ), ખેડ અને ચિપલુણ (રત્નાગિરિ) અને કુડાલ (સિંધુદુર્ગ), કોલ્હાપુર, સાંગલી અને સતારામાં ટીમને રાખવામાં આવી છે. દરમિયાન મધ્ય રેલવેમાં સાયન-માટુંગા વચ્ચે ઓવરહેડ વાયર (ઓએચઈ) પર બાંબુ પાડવાને કારણે ટ્રેનસેવા ખોરવાઈ હતી. એકબાજુ વરસાદ અને ટ્રેનસેવા ખોરવાતા મધ્ય રેલવેના પ્રવાસીઓને પીક અવરમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!