હેલ્થ ટિપઃ તમારી પ્લેટમાંથી ગાયબ થઈ રહ્યા છે પોષક તત્વો?
ભારત કૃષિ પ્રધાન દેશ છે, પણ જે જમીનમાં ધાન્ય ઉગાડવામાં આવે છે, એના પર સંકટ તોળાઈ રહ્યું છે. ખાવાપીવા (ઘઉં-ચોખા)માં ખાસ તો જેનો વપરાશ થઈ રહ્યો છે એ પણ આખરે ઝેરી તત્વોનો સમાવેશ થઈ રહ્યો છે. મુખ્ય ધાન્ય જેમ કે ઘઉં, ચોખા, બાજરી સહિત અન્ય અનાજના ઉત્પાદન અને વાવણીમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. ઘઉં અને ચોખાની વાત કરીએ તો આર્સેનિક અને ક્રોમિયમનું પ્રમાણ વધારી રહ્યા છે, તેનાથી તેમાં રહેલા પોષક તત્ત્વો જેમ કે કૈલ્શિયમ, આયરન અને ઝિંકની માત્રા ઘટી રહ્યું હોવાના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો.
આ સંશોધનમાં 1960થી 2010 વચ્ચેના ચોખા અને ઘઉંની વિવિધ જાતને સમાવી લેવામાં આવ્યા હતા, જેમાં 2000ના દાયકામાં ચોખામાં કેલ્શિયમનું પ્રમાણ 1960ના દાયકાના ચોખા કરતા 45 ટકા ઓછું હતું. એ જ રીતે આયરનની માત્રામાં 23 ટકાનું પ્રમાણ ઓછું હતું. 2010માં ઉત્પાદન કરવામાં આવેલા ઘઉં 1960ના દાયકાની તુલનામાં 30 ટકા કેલ્શિયમ અને 19 ટકા આયરન અને 27 ટકા ઝિંક ઓછું હતું. આ સંશોધનમાં તથ્ય છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
ચિંતાની વાત એટલા માટે કે 1960ના દાયકામાં ઉત્પાદન કરવામાં આવેલા ચોખાની તુલનામાં 16 ગણું વધુ આર્સેનિક અને ચાર ગણું વધુ ક્રોમિયમ મળ્યું હતું. ઉપરાંત, 1960ના દાયકામાં ઘઉંની તુલનામાં આર્સેનિક અને ક્રોમિયમનું પ્રમાણ ઓછું છે, પરંતુ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે ઘઉં જેવા પાકમાં પણ પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે લોકો પર વિવિધ પ્રકારની બીમારીનું જોખમ પણ તોળાઈ રહ્યું છે.
આ મુદ્દે કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે જે હદે મહત્ત્વના ધાન્યમાંથી પોષક તત્વોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જે એકંદરે માનવ જીવનના આરોગ્ય માટે ખતરાની ઘંટી છે. ઘઉં હોય કે ચોખા પણ તેમાંથી મળનારા કેલ્શિયમ, આયરન મહત્ત્વના છે, તેનાથી હિમોગ્લોબિન કે ઝિંક તમારા પ્રજનન અને ઈમ્યુનિટી માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ એનાથી મોટી બાબત એ છે કે અનાજમાં આ બધાની ઉણપ એ ચિંતાનો વિષય છે. આ જ બાબતને લઈને ઈન્ડિયન એગ્રીકલ્ચર સંસ્થાના નિષ્ણાતે ચેતવણી આપતા કહ્યું હતું કે પાકની ખેતી-વાવણી કર્યા પહેલા સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવી જોઈએ. આમ છતાં મર્યાદિત પાકની જાત પર સંશોધન કરીને નક્કર તારણ પર આવી જવાનું પણ યોગ્ય નથી એવો પણ મત વ્યક્ત કર્યો હતો. ટૂંકમા, તમારે પણ જે કોઈ જાતના ઘઉં-ચોખાની ખરીદી કરતા હોય તો પહેલા પણ તેનું યોગ્ય પરીક્ષણ કરી લેવું જોઈએ, જે તમારા પરિવારના સભ્યોના આરોગ્ય માટે હિતકારી ગણાશે.