કાંદા ખાઓ અને બીમારીને ભગાડો!
ઉનાળાના આગમનથી કાંદાના વપરાશમાં વધારો થાય છે. કાંદાનું સેવન આરોગ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. કિચનના મસાલા અને શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક છે, જેમાં ઓવરઓલ જોવા જઈએ તો આરોગ્ય માટે કાંદાનું રેગ્યુલર સેવન ફાયદાકારક રહે છે. કાચા કાંદા સાથે ફ્રાય કરીને શાકભાજી તરીકે ખાવામાં આવે છે, પણ વધતી ઉંમર સાથે કાંદાનું સેવન ઉપયોગી રહે છે.
કાંદા ફક્ત શાકભાજી નહીં, પરંતુ ટેસ્ટ માટે લોકો તેનો ઉપયોગ કરે છે. હૃદયના તંદુરસ્ત રાખવા માટે પણ ફાયદકારક માનવામાં આવે છે. કાંદાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાચનક્રિયા માટે બેસ્ટ છે. ખાસ કરીને કાંદામાં ફેટનું પ્રમાણ નહીંવત રહે છે. આ ઉપરાંત, સલ્ફર, ફોસફરસ, કેલ્શિયમ, આયરન, વિટામીન એ, વિટામીન સી સહિત પ્રોટીનથી પણ ભરપુર છે.
નિષ્ણાતો પણ કહે છે કે વધતી ઉંમરને ભગાડવી હોય તો રોજ ડુંગળીનું સેવન કરી શકો છે, તેનાથી સ્કિન ચમકીલી બને છે. ચામડીમાં ચમક વધે છે. કાંદાનો રસ જો વાળમાં લગાવો તો ખરવાનું પણ બંધ થાય છે, તેથી મોટા ભાગના લોકો આ નુસખો અપનાવતા હોય છે.
એના સિવાય આગળ વાત કરીએ એમ કાંદાના સેવનથી પાચનક્રિયા મજબૂત બને છે. કાચા કાંદા ખાસ કરીને તમે સલાડમાં ઉપયોગ કરી શકો છો. કાચા કાંદા ખાવાથી ડાયઝેશનની સમસ્યાથી બચી શકો છો. હેલ્થની વાત કરીએ તો બ્લડ સુગર સાથે સુગરને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ કાંદા ખાવાથી ફાયદો રહે છે. એની સાથે કાચા કાંદા હૃદયરોગના દર્દીના આરોગ્યને શ્રેષ્ઠ બનાવવા માટે મદદ કરે છે, તેનાથી હાર્ટ પણ મજબૂત બને છે.
કાંદામાં ખાસ તો વિટામીન સીની વધુ માત્રા હોય છે. રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. રોજ કાંદા ખાવાથી ઈન્ફેક્શનને ટક્કર આપે છે અને બીમારીથી દૂર રહી શકાય છે. નિષ્ણાતો પણ કહે છે કે કાંદાનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. હાડકાને મજબૂત બનાવે છે તેમ જ ગરીબ લોકો માટે કાંદાનું અચૂક સેવન કરે છે. કાચા સાથે શાકભાજી તરીકે પણ કાંદાનો ઉપયોગ કરવામાં આવે છે.