March 21, 2026
હેલ્થ

કાજુ, બદામ અને કિસમિસનો પણ ‘બાપ’ છે આ સુપરફ્રૂટ; જાણો લુકુમા ખાવાના અદભૂત ફાયદા…

Spread the love

સામાન્ય રીતે આપણે પ્રોટીન અને સ્ફૂર્તિ માટે કાજુ, બદામ કે અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ પર નિર્ભર રહીએ છીએ. ઉનાળામાં ફળોના રાજા કેરીની બોલબાલા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ‘લુકુમા’ (Lucuma) વિશે સાંભળ્યું છે? દક્ષિણ અમેરિકાના એન્ડીઝ ક્ષેત્રમાં જોવા મળતું આ ફળ હાલમાં દુનિયાભરમાં ‘સુપરફ્રૂટ’ તરીકે જાણીતું બની રહ્યું છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો આ ફળને પ્રોટીનનું પાવર હાઉસ અને પોષક તત્વોનો ખજાનો માને છે.

શું છે આ લુકુમા?
લુકુમા ફળ દેખાવમાં બહારથી લીલા રંગનું હોય છે અને અંદરથી તે પાકી ગયેલી કેરી કે શક્કરિયા જેવું પીળું દેખાય છે. તેનો સ્વાદ કેરેમલ અને શક્કરિયાના મિશ્રણ જેવો મીઠો હોય છે. પેરુ અને એક્વાડોરમાં આ ફળ ‘ઈન્કાનું સોનું’ (Gold of the Incas) તરીકે ઓળખાય છે.

શા માટે તેને ડ્રાય ફ્રૂટ્સ કરતાં ચડિયાતું માનવામાં આવે છે?
લુકુમામાં મળતા પોષક તત્વો તેને કાજુ અને બદામ કરતાં પણ વધુ શક્તિશાળી બનાવે છે. લુકુમાને પ્રોટીનનું પાવર હાઉસ માનવામાં આવે છે, કારણ કે તેમાં વનસ્પતિ આધારિત પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવી શરીરને ‘ફૌલાદી’ બનાવવામાં મદદ કરે છે. એમાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન B3 (Niacin) શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે, જેનાથી આખો દિવસ થાક લાગતો નથી.

મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી લુકુમા એક નેચરલ સ્વીટનર છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ ઓછો છે, એટલે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખાંડના વિકલ્પ તરીકે ઉત્તમ છે. કાજુ કે બદામની સરખામણીએ લુકુમામાં બીટા-કેરોટીન અને ઝેન્થોફિલનું પ્રમાણ વધુ હોય છે, જે આંખોના તેજ અને ત્વચાની ચમક માટે રામબાણ છે.

લુકુમાના સેવનથી થતા અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીએ તો એમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખીને હાર્ટને હેલ્ધી રહેવામાં મદદ મળે છે. આ સિવાય ફાઈબરની વધુ માત્રા હોવાને કારણે લુકુમા કબજિયાત અને પાચનતંત્ર જેવી સમસ્યાઓને દૂર રાખે છે. આ ફળમાં રહેલા તત્વો શરીરના સોજા ઉતારવામાં અને ઘાને ઝડપથી રૂઝવવામાં મદદરૂપ થાય છે.

કેવી રીતે કરશો સેવન?

* ભારતમાં લુકુમા તાજા ફળ તરીકે મળવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ માર્કેટમાં તેનું ‘લુકુમા પાવડર’ આસાનીથી ઉપલબ્ધ છે.

* તમે તેને સ્મૂધી, દૂધ, શેક અથવા યોગર્ટમાં ભેળવીને લઈ શકો છો.

* મીઠાઈઓ અથવા કેકમાં ખાંડને બદલે લુકુમા પાવડરનો ઉપયોગ કરવો વધુ હેલ્ધી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!