Good News: HDFC, SBI & PNB આપી રહી છે FD પર દમદાર વ્યાજ, જાણી લેશો તો…
એસબીઆઈ (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) અને એચડીએફસી (HDFC) બેંકના ખાતાધારકો માટે ખૂબ જ મહત્ત્વના સારા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ બેંકે પોતાના રોકાણકારો માટે એફડીના ઈન્ટરેસ્ટ રેટ્સમાં વધારો કર્યો છે. આવો જોઈએ કઈ બેંક કેટલો વધારો આપી રહી છે-
એચડીએફસી બેંકે અલગ અલગ ટાઈમ પીરિયડ માટે બલ્ક ડિપોઝિટ (પાંચ કરોડ રૂપિયા કે એનાથી વધારે) પર આપવામાં આવતા રિટર્નને 5-10 આધાર અંક સુધી વધાર્યો છે. જ્યારે વાત કરીએ પંજાબ નેશનલ બેંક દ્વારા પોતાની એફડીના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે અને 3 કરોડથી ઓછના રૂપિયાની થાપણ પર બે નવા ટાઈમ પીરિયડ લોન્ચ કર્યા છે, જે પહેલી જાન્યુઆરી, 2025થી અમલમાં મૂકાઈ છે. પીએનબીના ચેન્જ પ્રમાણે 7 ટકા વ્યજદરવાળી 303 દિવસની એફડી અને સામાન્ય નાગરિકો માટે 6.7 ટકા વ્યાજદરવાળી 506 દિવસની એફડીનો સમાવેશ થાય છે.
એચડીએફસી બેંક પાંચમી ડિસેમ્બર, 2024થી પ્રભાવિત દર ગ્રાહકો માટે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમય માટે એફડી પર સામાન્ય લોકો માટે 4.75 ટકાથી લઈને 7.40 અને સિનિયર સિટીઝન માટે 5.25 ટકાથી 7.90 ટકાથી વ્યાજદર પ્રદાન કરશે.
પીએનબી અલગ અલગ ડ્યુરેશન માટે અલગ અલગ વ્યાજદર આપવામાં આવે છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે 4 ટકાથી લઈને 7.75 ટકા અને સામાન્ય નાગરિકો માટે 3.5 ટકાથી 7.25 ટકા સુધીનો વ્યાજદરનો સમાવેશ થાય છે.
એસબીઆઈએ હાલમાં એસબીઆઈ પેટ્રનની નવી એફડી સ્કીમ શરૂ કરી છે, જે ખાસ કરીને 80 વર્ષ કે એનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવી છે. આ સ્કીમમાં ઉંચો વ્યાજદર આપવામાં આવે છે. એસબીઆઈના સિનિયર સિટીઝન કસ્ટમર્સ ને એફડી રેટ 7 દિવસથી 10 વર્ષ માટે 4 ટકાથી 7.50 ટકા સુધીનો છે. એસબીઆઈના 80 વર્ષથી વધુની ઉંમરવાળા સુપર સિનિયર સિટીઝન, વરિષ્ઠ નાગરિકોની સરખામણીએ વધુ 10 આધાર અંક મળશે.