June 30, 2025
રમત ગમત

IND VS PAK: ભારતીય બોલર હર્ષિત રાણાને જાણી જોઈને કોણે માર્યો હતો ધક્કો?

Spread the love

દુબઇ: ભારત અને પાકિસ્તાન મેચ હોય અને કોઈ વિવાદ થાય નહીં એવું બને જ નહીં. રવિવારે ચેમ્પિયન ટ્રોફીની ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ એ જ વાતનું પુનરાવર્તન થયું હતું. પાકિસ્તાન પહેલા દાવમાં (49.4 ઓવરમાં) હતું ત્યારે 241 રન કરી શક્યું હતું. ટોસ જીતીને પાકિસ્તાને પહેલી બેટિંગ લઈને સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થયું હતું પણ આજની મેચમાં રીઝવાન ભારતીય બોલર હર્ષિત રાણાને જાણી જોઈને ટકરાયો હતો અને એનાથી રાણા પણ છંછેડાય ગયો હતો.

21મી ઓવરમાં આ બનાવ બન્યો હતો. બેટિંગ વખતે મહોમ્મદ રીઝવાન રન લેવા દોડ્યો ત્યારે જાણી જોઈને ભારતીય બોલર હર્ષિત રાણાના ખભાને જાણી જોઈને ટકરાયો હતો, ત્યાર પછી પોતાની ભૂલનો જરાય પસ્તાવો જોવા મળ્યો નહોતો. જોકે, રીઝવાને ધક્કો માર્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને યુઝરે રીઝવાનની હરકતને વખોડી હતી. સુકાની રીઝવાનએ આજની મેચમાં 77 બોલમાં 46 રન કર્યા હતા, જ્યારે હર્ષિતે એક વિકેટ ઝડપી હતી. વાઇરલ વીડિયોમાં હર્ષિત રાણાનો રીતસર કોઈ દોષ નહીં હોવાનું લોકોએ જણાવ્યુ હતુ. રીઝવાને ધક્કો માર્યા છતાં બંને ટીમ વતીથી એની તરત કોઈ પ્રતિક્રિયા મળી નહોતી અને કોઈ વિવાદ પણ થયો નહોતો.


દરમિયાન શાહીન શાહ આફ્રિદીએ પણ ભારતની ઈનિંગમાં 42 ઓવરમાં સતત વાઈડ ફેંક્યા હતા, પરિણામે કોહલી માટે સદી ફટકારવાનું મુશ્કેલ બન્યું હતું.એ જ વખતે રીઝવાને પણ વાઈડ બોલને પકડવા માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો, જેથી ફોર જતી રહે અને કોહલી સદી ફટકારી શકે નહીં. છેલ્લે વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી

અહીં એ જણાવવાનું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અનેક વખત બંને ટીમના ખેલાડી વચ્ચે વિવાદ થયા છે, જેમાં આજના પ્રકરણનો ઉમેરો થતા લોકોએ સોશિયલ મીડિયા પર રીઝવાનની ટીકા કરી હતી. આમ છતાં રવિવારની મેચ ભારતે 6 વિકેટે જીતતા કરોડો ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે પાકિસ્તાનમાં સોંપો પડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!