Sunday Special: આજે હરિયાલી અમાસનો દિવસ, આટલું કરો લાભમાં રહેશો!
શ્રાવણ મહિનાની અમાસને હરિયાલી અમાવસ્યા કહેવાય છે. હરિયાલી અમાસનો અર્થ મૂળ તો પ્રકૃતિ સાથે સંબંધ બાંધવાની વાત સંકળાયેલી છે. પ્રકૃતિને કંઈક આપવાનો પર્વ છે. આ દિવસે કુદરતને હરિયાળી રાખવા માટે ઓછોમાં ઓછો એક ઝાડ-છોડ તમારા ઘર યા મંદિરના પરિસરમાં વાવી શકો છો અને તેને દેખરેખ રાખવાનું ભૂલશો નહીં.
દર વર્ષે હરિયાળી અમાવસ્યાના દિવસે રવિ પુષ્ય નક્ષત્ર યોગ છે. આ યોગ સવારે 5.44 વાગ્યાથી શરુ થઈને બપોરે 1.26 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ ઝાડ-છોડ વાવી શકો છો. એમ કરવાથી ઘરમાં ઘરમાં ગ્રહ દોષોની મુક્તિ થાય છે. એની સાથે આ દિવસે શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
આજના દિવસ દરમિયાન ખાસ તો તુલસી વાવવાનું શુભ માનવામાં આવે છે. એની સાથે ફર્ન પ્લાન્ટ લગાવવાનું ફાયદાકારક રહે છે. તમે આજના દિવસે મની પ્લાન્ટ યા પામ ટ્રીને પણ ઘરમાં લાવી શકો છો. મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ તો વધે છે, તેની સાથે સકારાત્મકતા વધે છે. નોકરી-વેપારમાં પણ પ્રગતિ થયા છે, જ્યારે જીવનમાં પરિવર્તન થવાના ચાન્સ રહે છે.
અમાસ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી જરુરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ.
આમ છતાં ઘર અથવા એની આસપાસ પીપળો,મેંહદી યા કપાસના છોડ વાવશો નહીં, તેનાથી નેગેટિવિટી વધે છે. ઘરમાં યા પરિવારના સભ્યો સાથે શક્ય એટલા ક્રોધ યા ગુસ્સો કરવો નહીં. ઘરમાં સુખ-શાંતિ માટે પ્રયાસ કરો, જ્યારે વાણી પર નિયંત્રણ રાખો. દારુ-માંસાહારનું સેવન કરવું નહીં.
આજના દિવસે શક્ય એટલા સ્મશાન યા કબ્રસ્તાનની આસપાસ જવાનું ટાળો, જ્યારે નવી ખરીદી કરવાનું પણ ટાળી શકો તો એનાથી ફાયદો રહે છે. પ્રોપર્ટી ખરીદવાનું પણ ટાળી શકો છો.
અમાસના દિવસે ઘરના મૃત વ્યક્તિઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર પરિવારના મૃત સભ્યોને જ પિતૃ દેવતા કહેવાય છે, તેથી આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરીને પુણ્ય મેળવી શકો છો. આજના દિવસે શ્વાન, ગાય અને કાગડાને હેરાન કરવા નહીં. આજના દિવસે ગાય-કૂતરાને ખવડાવો, તેનાથી પિતૃઓને શાંતિ થાય છે.
(એક માન્યતા અનુસાર માહતી આપી છે, જેમાં વેબસાઈટ સાથે કોઈ લેવાદેવા નથી.)