13 વર્ષ બાદ હરિશ રાણાને મળી ગરિમાપૂર્ણ વિદાય, ભારતમાં નોંધાયો પહેલો કેસ
સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ દેશનો પહેલો ઈચ્છામૃત્યુનો કેસ: એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ
13 વર્ષ સુધી કોમા જેવી હાલતમાં રહ્યા પછી મંગળવારે હરિશ રાણાએ દેહત્યાગ કર્યો, જે ભારતમાં સૌથી પહેલો કિસ્સો નોંધાયો છે. અગિયાર માર્ચના સુપ્રિમ કોર્ટે ઈચ્છામૃત્યુની પરિવારને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. 32 વર્ષના હરિશ રાણા 2013માં એક અકસ્માત પછી તેની હાલત વેજેટેટિવ સ્ટેટ (કોમા જેવી હાલત)માં હતો. એઇમ્સ (AIIMS)ની ઈન્સ્ટિયૂટ રોટરી કેન્સર હોસ્પિટલ (આઈઆરસીએચ)ના પેલિએટિવ કેર વોર્ડમાં ભરતી કરવામાં આવેલા ગાઝિયાબાદના હરિશ રાણાનું 10 દિવસ પછી નિધન થયું. 14 માર્ચના એઇમ્સમાં એડમિટ કરવામાં આવ્યો હતો, ત્યારથી ડોક્ટરે તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ ધીમે ધીમે હટાવી રહ્યા હતા, જ્યારે ગયા અઠવાડિયાથી ખાવાપીવાનું પણ આપતા નહોતા, પણ માનસિક તકલીફમાંથી મુક્તિ માટે દવા આપતા હતા.
જુલાઈ, 2010માં હરિશ રાણાને ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. વર્ષ 2013માં છેલ્લા વર્ષમાં હતો એ વખતે રક્ષાબંધનના દિવસ દરમિયાન મોબાઈલ ફોન કરતી વખતે પીજીના ચોથા માળેથી પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા પછી હરિશને પીજીઆઈ ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના પછી ડિસેમ્બર 2013માં તેને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને ક્વોડ્રિપ્લેજિયાગ્રસ્ત છે. આ હાલતમાં હાથપગ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઈ ગયા હતા, પરિણામે જીવનભર બેડ પર રહેવા મજબૂર બની ગયા હતા.
ગરિમાપૂર્વક વિદાય માટે મંજૂરી
હરિશ રાણાને અસહ્ય પીડા અને શારીરિક અક્ષમતાને કારણે માતાપિતા દિલ્હી હાઈ કોર્ટમાં ઈચ્છામૃત્યુની અપીલ કરી હતી, જેને આઠમી જુલાઈ 2015માં હાઈ કોર્ટે ફગાવી હતી. એના પછી દિલ્હી હાઈ કોર્ટને પડકારતા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. લગભગ આઠ મહિના પછી 11 માર્ચ 2026ના સુપ્રિમ કોર્ટે હરિશ રાણા પેસિવ યુથેનેશિયા (ઈચ્છામૃત્યુ)ની મંજૂરી આપી હતી. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બેચે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી અને હરિશના માતાપિતાને કહ્યું હતું કે તમે તમારા દીકરાને છોડી રહ્યા નથી, પરંતુ તેને ગરિમાપૂર્વક વિદાયની મંજૂરી આપીએ છીએ. અંતિમ સમય દરમિયાન એમ્સમાં કોણ ગયું હતું. હરિશ રાણાના પડોશી નરેન્દ્રએ જણાવ્યું કે 14 માર્ચના હરિશની સાથે એના પિતા અશોક રાણા, માતા નિર્મલા દેવી, દીકરો આશીષ, પત્ની અને ભાઈ સાથે પહોંચ્યા હતા.
ક્વોડ્રિપ્લેજિયા એટલે શું?
ક્વોડ્રિપ્લેજિયા નામની સ્થિતિમાં દર્દીના બંને હાથ અને બંને પગ કામ કરવાનું બંધ કરી દે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્વોડ્રિપ્લેજિયાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. આનું મુખ્ય કારણ તેજ ગતિએ વાહન ચલાવવું અને અકસ્માત થવો તે છે. વધારે ઝડપને કારણે થતા અકસ્માતોમાં ગરદન પર ગંભીર ઈજા થવાનું જોખમ રહેલું હોય છે. આપણી સ્પાઈનલ કોર્ડ (કરોડરજ્જુ) ગરદનમાંથી પસાર થાય છે, જે મગજના સંકેતોને હાથ અને પગ સુધી પહોંચાડે છે. આવી સ્થિતિમાં, જ્યારે ગરદન પાસે સ્પાઈનલ કોર્ડને ઈજા પહોંચે છે, ત્યારે હાથ-પગનું સંચાલન કરતી નસો પોતાની શક્તિ ગુમાવી દે છે. આને ‘સર્વાઇકલ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી’ કહેવામાં આવે છે, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં ક્વોડ્રિપ્લેજિયા થઈ શકે છે.
