હમ સાથ-સાથ હૈંઃ હાર્દિક-નતાશા વચ્ચેના ખટરાગનો અંત, નતાશાએ શું કર્યું?
આઈપીએલ 2024 શરુ થયા પહેલા ગુજરાત ટાઈટન્સના પૂર્વ કેપ્ટન અને હાલના મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના જીવનમાં અનેક ઉતાર-ચઢાઉ આવી ગયા છે. ક્રિકેટ જ નહીં, પર્સલન લાઈફ પણ જાણે દાવ પર લાગી છે. અમેરિકા પહોંચેલી ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની વોર્મઅપ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું એની વચ્ચે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકોવિકે બંનેના ફોટો પોસ્ટ કરીને લોકોને ચોંકાવ્યા છે.
આ અગાઉ બંને વચ્ચે વિવાદ હોવાની સાથે છૂટાછેડાના અહેવાલોએ ચર્ચા જગાવી હતી. આ અહેવાલો વચ્ચે નતાશાએ લગ્નની તસવીરો પોસ્ટ કરીને બંને સાથે હોવાના સંકેતો આપ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી છૂટા થવાની અટકળોને લઈને બંને પર સવાલો કરવામાં આવ્યા હતા.
સર્બિયાની મોડલ કમ એક્ટ્રેસ નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં પંડ્યા હટાવી લીધું અને આઈપીએલની મેચમાં પણ નતાશા નહીં આવી હોવાનું જણાવ્યું હતું. બંને છૂટા થવાના અહેવાલો સાથે હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિના લગભગ 70 ટકા લેશે. આ મુદ્દે બંનેએ કોઈ સ્પષ્ટતા નહીં કરતા અફવાનું બજાર ગરમ થયું હતું. આ મુદ્દે હાર્દિક પંડ્યાની સાથે નતાશાને પણ લોકોએ ટ્રોલ કરી હતી.
આ તમામ અટકળો વચ્ચે નતાશાએ હાર્દિક સાથેના લગ્નની તસવીરો શેર કરીને લોકોની બોલતી બંધ કરી છે. નતાશાએ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામનના આર્કાઈવ્સમાં હતી હવે તે ત્યાંથી હટાવી દીધી છે, તેથી એકાઉન્ટ પર જોવા મળી રહી છે.
પાંચ દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પોસ્ટ લખી હતી, જેમાં લખ્યું ભગવાનની પ્રાર્થન કરો અને એક ઈમોજી મૂક્યુ હતું. આ ઉપરાંત, એ જ વખતે હાર્દિક પંડ્યાએ પણ એક ક્રિપ્ટિક પોસ્ટ લખીને લોકો વધુ અસમંજસમમાં પડીને ફરી પાછી પોસ્ટ કરી હતી. જોકે, બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ પછી હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે હું ભાગનારો માણસ નથી પણ લડનારો છું. ક્યારેય મેદાન છોડીને ભાગીશ નહીં પણ લડી લઈશ.
હાર્દિક અને નતાશા 2020ની કોરોના મહામારી વખતે લગ્ન કર્યા હતા, ત્યાર બાદ 2023માં ઉદયપુરમાં ભવ્ય કાર્યક્રમ યોજીને લગ્ન કર્યાં હતા. બંનેએ ખ્રિસ્તી વિધિ અનુસાર ફરી લગ્ન કર્યાં હતા.
